ગૂગલે ફેબ્રુઆરીમાં જીમેલ માટે નવું યુઝર ઈન્ટરફેસ બહાર પાડ્યું હતું. આમાં મટિરિયલ યુ સ્ટાઇલ ઇફેક્ટ્સ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. હવે કંપની તેને દરેક માટે રિલીઝ કરી રહી છે. એટલે કે તમે ન ઇચ્છતા હોવ તો પણ આ નવો વ્યુ જીમેલનું ડિફોલ્ટ સેટિંગ હશે.
નવા Gmail યુઝર ઈન્ટરફેસમાં તમને લિસ્ટમાં મેઈલ, મીટ, સ્પેસ અને ચેટ માટે અપડેટેડ UI કલેક્ટ બટન મળશે. તમે ઉપર ડાબી બાજુએ આ બટનો જોશો.
તમામ ફિચર્સને સરળતાથી એક્સેસ કરી શકાય છે. નવા ઇન્ટરફેસ સાથે બધું એક જ સમયે સ્ક્રીન પર રહેશે. જે ફીચર્સનો ઉપયોગ કરવો હોય તે આયકન પર માઉસ હૉવર કરશો ત્યારે આ લિસ્ટ પોપ આઉટ થશે.
જો તમે સ્ક્રીન પર માત્ર એક જ ખાસ પ્રકારનું કોમ્યુનિકેશન ઈચ્છો છો, તો તે પણ સરળતાથી થઈ શકે છે. કારણ કે ચેટ અને અન્ય ફીચર તમારા ઇનબોક્સ અને લેબલ્સમાં લિસ્ટમાં સામેલ છે,. ગૂગલ અનુસાર તમે ક્વિક સેટિંગ્સ મેનૂમાં કઈ એપ હશે તે પસંદ કરી શકો છો.
જો તમે ઈચ્છો તો તમે જૂના લૂક પર પાછા પણ જઈ શકો છો. ગૂગલે કહ્યું છે કે આ એક મોટું રોલઆઉટ છે. આ કારણે તમારા Gmail ઇન્ટરફેસને બદલવામાં એટલે કે યુઝર ફ્રેન્ડલી થતા થોડો સમય લાગી શકે છે. થોડો સમય આપશો પછી આ નવું લૂક ચોક્કસથી તમામને પસંદ આવશે.
આ માટે તમારે ક્વિક સેટિંગ્સ મેનૂમાં જવું પડશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ Gmail એ એક નવું ફીચર બહાર પાડ્યું છે. આ સાથે મેઇલને ઑફલાઇન પણ ઍક્સેસ કરી શકાય છે.