વર્ષ 2022માં ગ્લોબલ માર્કેટમાં મોટા પાયે વોલેટિલિટી જોવા મળી હતી, પરંતુ બીજી તરફ ભારતે વિશ્વભરમાં ક્રૂડની આસમાને પહોંચેલી કિંમતો સામે રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ખરીદીને મોટો ફાયદો મેળવ્યો હતો. એશિયાના અગ્રણી પેટ્રોલ-ડીઝલ નિકાસકાર ભારતે હવે ઇંધણી આયાત કરવાનો વારો આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલની આયાત
ભારત હવે માત્ર ક્રૂડ ઓઇલ જ નહીં પરંતુ પેટ્રોલ અને ડીઝલની પણ આયાતની શરૂઆત કરી છે. રશિયા તરફથી સસ્તા ક્રૂડ અને સ્થાનિક સ્તરે આશંકા જોવા મળી રહી છે. જૂનના પ્રથમ 15 દિવસમાં જ ભારતની પેટ્રોલની આયાત વધીને અંદાજે 13,000 બેરલ પ્રતિ દિવસ થઇ છે જે 7 મહિનાના સર્વોચ્ચ સ્તરે છે. બીજી તરફ ડીઝલની આયાતની વાત કરીએ તો આ સમયગાળામાં ફેબ્રુઆરી, 2020 પછીની સૌથી વધુ 48,000 બેરલ પ્રતિદિનની સપાટીએ પહોંચી ગઇ છે. ભારત પેટ્રોલિયમ કોર્પ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના આંકડાઓ પરથી આ જાણકારી મળી છે.
નોંધનીય છે કે દેશમાં સતત વધતી ઇંધણની માંગ સામે સર્જાયેલી અછતને પહોંચી વળવા માટે ભારતે રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડની આયાત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્વ વચ્ચે પણ સસ્તું ક્રૂડ ઓફર કરાતા ભારતે રશિયા પાસેથી ક્રૂડ લેવામાં ટોચના આયાતકાર તરીકે ઉભરી આવ્યું છે અને ભારતના રિફાઇનર્સ પણ ઇંધણનું ઉત્પાદન વધાર્યું છે. વૈશ્વિક બજારોમાં ઉંચા ભાવનો લાભ લેવા મટે ભારતીય ઓઇલ કંપનીઓએ નિકાસ વધારી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીથી ભાવમાં સ્થિરતા તેમજ એકાએક ઘરેલુ બજારમાં સર્જાયેલી અછતને કારણે ફરી હવે આયાત વધારવા માટે કવાયત હાથ ધરાઇ છે.