પાટણ શહેરમાં રવિવારે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજીના આધ્યાત્મિક વારસ પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીના 50 મા ગુરૂદીક્ષા મહોત્સવ સ્મૃતિ દિન નિમિત્તે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આત્મીય સ્નેહમિલન યોજાયું હતું.જેમાં પાટણ આજુબાજુના 10 ગામ ઉપરાંત ઊંઝા, મહેસાણા, વિસનગર, કલોલ, અમદાવાદ, સુરત,કચ્છ-ભુજ , મુંબઈ,વગેરે શહેરોમાંથી મોટી સંખ્યામાં લગભગ 1200 જેટલા ભાવિ ભક્તો દર્શને પધાર્યા હતા.પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી એ જીવનમાં મા જેવા સંતનું શું કાર્ય કરી શકે છે. અઠવાડિક સભાનું જીવનમાં શુ મહત્વ છે તથા ભગવાન અને ભગવાન ના ભક્તો વચ્ચેના સંબંધનો મહિમા સમજાવ્યો.
પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીએ યુવકો કેમ કરીને સારા માર્ગે ચાલે તે માટે પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ દેશની શક્તિ યુવા ધન છે. યુવાન સારા માર્ગે ચાલશે તો સમગ્ર પરિવાર સારો બનશે. એક પરિવાર સારો હશે તો સમાજ સારો બનશે અને સમાજ સારો બનશે તો સારા રાષ્ટ્રનું નિર્માણ થશે. યુવાનોને પોઝિટિવ બની સારા કાર્યોમાં રસ રુચિ વધારી પોતાના વિકાસની સાથે દેશના વિકાસમાં પણ યોગદાન આપે તે આજના આધુનિક યુગની માંગ છે.સમગ્ર સમારોહમાં પાટણ મંડળ ના સૌ કાર્યકર્તાઓ સંજયભાઈ, બાબુભાઈ, કૃણાલભાઈ, પીયૂષભાઈ તથા મંડળના સૌ યુવકોએ જહેમત ઊઠાવી હતી.