ડાયમંડ સિટી ગણાતા સુરતના હીરા ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જીએસટી કાઉન્સિલે સુરત ડાયમંડ ઉદ્યોગકારોની માંગણોની સ્વીકાર કર્યો.
કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર જીએસટી દર વધારવામાં આવ્યો છે. કાઉન્સિલ દ્વારા જીએસટી દરમાં 1.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 0.25 ટકા દર હોવાથી વેપારીઓની જીએસટી બ્લોક થતી હતી. જ્યારે ડાયમંડ ઉદ્યોગમાં અન્ય જગ્યાએ 3થી 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ચંદીગઢમાં GST કાઉન્સિલની બેઠક યોજાઇ. બેઠકમાં જીવનજરૂરી વસ્તુઓ પર જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે. GST કાઉન્સિલની બેઠકમાં, દહીં, ચીઝ, મધ, માંસ અને માછલી જેવી કેન્ડ અને લેબલવાળી બ્રાન્ડેડ વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય બેંકો દ્વારા ચેક જાહેર કરવાના બદલામાં લેવામાં આવતી ફી પર પણ GST ચૂકવવો પડશે. મહત્વનું છે કે GST કાઉન્સિલની 47મી બેઠકનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. કાઉન્સિલની બેઠક છ મહિના બાદ મળી છે.
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યોના નાણા મંત્રીઓના જૂથની મોટાભાગની ભલામણો સ્વીકારવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત મુદ્દાઓ પર દરોને તર્કસંગત બનાવવા માટે મુક્તિ પાછી ખેંચવા માટેની ભલામણો આવી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બનેલી કાઉન્સિલમાં રાજ્યોના નાણામંત્રી સામેલ છે.
કાઉન્સિલે બે દિવસીય બેઠકના પ્રથમ દિવસે મંગળવારે GSTમાંથી મુક્તિની સમીક્ષા પર મંત્રી જૂથ (GoM)ની ભલામણો સ્વીકારી હતી. આ મુક્તિ હાલમાં પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય ચીજો માટે ઉપલબ્ધ છે. આ સાથે તૈયાર માંસ (ફ્રોઝન સિવાય), માછલી, દહીં, ચીઝ, મધ, સૂકા મખાના, સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ, ઘઉંનો લોટ, મુરી, ગોળ, તમામ ચીજવસ્તુઓ અને જૈવિક ખાતર જેવા ઉત્પાદનો હવે પાંચ ટકા GST લાગુ પડશે.
એ જ રીતે, ચેક ઇશ્યૂ કરવા પર બેંકો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ પર 18 ટકા GST વસૂલવામાં આવશે. એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા જીએસટી લાગશે. તે જ સમયે, ખુલ્લામાં વેચાતી અનબ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર GST મુક્તિ ચાલુ રહેશે. આ સિવાય 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની હોટેલ રૂમ પર 12 ટકાના દરે ટેક્સ વસૂલવાનું કહેવામાં આવ્યું છે. તેના પર અત્યારે કોઈ ટેક્સ નથી.