દેશની બીજી સૌથી મોટી બેંક એટલે પંજાબ નેશનલ બેંક પોતાના ગ્રાહકોને સમયાંતરે જરૂરી જાણકારી આપતી રહે છે. તાજેતરમાં જ બેંકે જણાવ્યું કે કસ્ટમર્સના સેવિંગ એકાઉન્ટ, લોકર, ફિક્સ્ડ ડિપોઝિટ વગેરે તમામ પ્રકારની સ્કીમ માટે નોમિનેસન કરાવવું ખૂબ જ જરૂરી છે. નોમિનેશન વગરના એકાઉન્ટ હોલ્ડરના મોત પછી પરિવારવાળોને એકાઉન્ટમાં જમા રૂપિયા કાઢવામાં ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નોંધનીય છે કે PNB તેના ગ્રાહકોને વિવિધ પ્રકારના ડિપોઝિટ એકાઉન્ટ્સ, લોકર સુવિધાઓ વગેરે પર નોમિનેશનની સુવિધા પૂરી પાડે છે. તો ચાલો અમે તમને એકાઉન્ટમાં નોમિનેશનના ફાયદા અને નોમિનેશનની પ્રક્રિયા વિશે જણાવીએ.
PNB એ ટ્વિટ કરી આપી જાણકારી
પંજાબ નેશનલ બેંકે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને નોમિનેશન પ્રક્રિયા વિશે જાણકારી આપી છે. બેંકે જણાવ્યું કે તમે નોમિનેશન દ્વારા સરળતાથી ક્લેમ સેટલમેન્ટ કરી શકો છો. જો તમે હજી સુધી નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો તે શક્ય તેટલી વહેલી તકે કરો.
પીએનબીમાં નોમિનેશન સાથે સંબંધિત જરૂરી જાણકારી
- પીએનબી પોતાના ગ્રાહકોને દરેક પ્રકારના ડિપોઝિટ એકાઉન્ટ પર નોમિનેશનની સુવિધા આપે છે.
- તમે કોઈ એક વ્યક્તિને જ નોમિની બનાવી શકો છો.
- ટર્મ ડિપોઝિટની મુદત ખતમ થયા પછી પણ નોમિનેશન ચાલુ રહે છે.
- તમે નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પીએનબીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ ફોર્મ ડાઉનલોડ કરો.
- તેના પચી તમે આ ફોર્મને ફિલ કરી બેંકમાં જમા કરો. તમારા એકાઉન્ટનું નોમિનેશન પૂરુ થઈ જશે.
નોમિની એકાઉન્ટમાંથી ક્યારે રૂપિયા ઉપાડી શકે છે
ઉલ્લેખનીય છે કે RBI દ્વારા નિર્ધારિત નિયમો મુજબ જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં નોમિનીને તેના ખાતામાંથી રૂપિયા ઉપાડવાનો અધિકાર હોય છે. જો કોઈ ખાતામાં નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, તો આવી સ્થિતિમાં, ખાતાધારકના તમામ ઉત્તરાધિકારીઓને ઉત્તરાધિકારી પ્રમાણપત્ર સબમિટ કરીને જ ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાય છે. આવી સ્થિતિમાં નોમિનેશન વિના રૂપિયા ઉપાડવાની પ્રક્રિયા લાંબી અને જટિલ બની જાય છે.