અમદાવાદમાં કોરોના કેસોનો આંક ફરી વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 1000થી વધુ કોરોના કેસો શહેરમાં નોંધાયા છે. જૂન મહિનામાં 20 તારીખ આસપાસ 200થી વધુ કેસો નોંધાયા હતા ત્યારે ફરી આ પ્રકારે 200થી વધુ કેસો જોવા મળ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારની સરખામણીએ પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસોનો આંક વધુ જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. લગભગ 15 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે બાકીના દર્દીઓ હોમ આઈસોલેટ થયા છે. 1 દર્દી સીરીયસ છે જેને વેન્ટીલેટર રાખવામાં આવ્યા છે. કોરોનાની આ પ્રકારે સ્થિતિ રહી તો કેસો વકરી શકે છે. કોરોના કેસો વધતા રથયાત્રામાં તંત્ર દ્વારા માસ્ક પહેરવાને લઈને આદેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોરોના કેસોમાં ઝોન પ્રમાણે એક જ પરીવારમાં કેસો જોવા જઈએ તો મધ્યઝોનમાં 2, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 સહીતના કેસો એવા છે કે, જેમાં પરીવારના સભ્યોને ચેપ લાગ્યો છે. જેથી આ સંક્રમણ ના વધે તે માટે આપણે જ તકેદારી રાખવી જરૂરી છે. કોર્પોરેશને પણ તકેદારીના ભાગરુપે ટેસ્ટિંગ વધાર્યું છે અને તેની સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ વધાર્યું છે જેમાં આ પ્રકારે કેસોની વિગતો સામે આવી રહી છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો