મુખ્યમંત્રીએ અમદાવાદમાં ૧.૩૭ કરોડના ખર્ચે નિર્મિત મેમનગર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું. આ અવસરે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.તેમણે કહ્યું કે, આવી શાળાઓ વિદ્યાધામ બને. આ શાળાઓ થકી વિદ્યાર્થીઓ સારા નાગરિક બને અને ભારતના ભવિષ્યનો પાયો બને તેવો આપણે સૌએ સંકલ્પ કરવાનો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ પ્રાથમિક શાળા ના બાળકોને રમતા-રમતાં ભણવાનો ઉદ્દેશ સાકાર કરવા માટે જોયફૂલ લર્નિંગના ક્લાસ બનાવવામાં આવ્યા છે. દરેક બાળકને એ મુજબ શૈક્ષણિક રમકડાથી ભણાવવામાં આવે છે. કલરફૂલ સરસ બેઠક વ્યવસ્થા સાથે દિવાલો પર માસના નામ, વાહનો, પશુ-પંખીઓની ઓળખ, ઋતુઓના નામ, ગણિતમાં ચડતાં-ઉતરતા ક્રમના આંકડાઓ અને ટેબલનું સુંદર ચિત્રકામ કરવામાં આવ્યું છે. આમ બાળ માનસને શિક્ષકો દ્વારા જ્ઞાન સાથે ગમ્મતના ચિત્રો થકી ભણતરની સમજણ આપવામાં આવે છે. તથા શાળામાં બાળકોને રમતગમતની પ્રવૃતિઓ માટે મોકળુ મેદાન મળી રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું અને ક્લાસ રૂમોમાં તેમણે પોતે વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.આ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, કમિશનર લોચન સહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવક, શાસનાધિકારી એલ. ડી. દેસાઈ તેમજ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ