નોવાક જોકોવિચે વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટમાં ક્વોન સૂન વૂ વિરૂદ્ધ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. એટીપી રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર રહેલા સર્બિયાના જોકોવિચે સેન્ટર કોર્ટમાં બે કલાક 27 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં કોરિયાના સૂન વૂને 6-3,3-6,6-3,6-4થી પરાજય આપ્યો હતો. 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિડની ટક્કર બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના થાનાસિસ કોકિનાકિસો સામે થશે.રેન્કિંગમાં 81માં સ્થાન પર રહેલા કોરિયાના ખેલાડીએ ત્રણ વખતની ગત વિજેતાને બીજા સેટમાં ટક્કર આપી હતી પરંતુ પોતાનું સાતમુ વિમ્બલડન ખિતાબ જીતવા ઉતરેલા જોકોવિચે તે બાદ સૂન વૂને વાપસીની તક આપી નહતી.ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં જોકોવિચની આ 80મી જીત છે અને તે ચારેય ગ્રાન્ડ સ્લેમમાં 80 કે તેથી વધારે મેચ જીતનાર પુરૂષ અને મહિલા વર્ગનો પ્રથમ ખેલાડી છે. જોકોવિચે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ઓપનમાં 82, ફ્રેન્ચ ઓપનમાં 85, વિમ્બલડનમાં 80 અને યૂએસ ઓપનમાં 81 મેચ જીતી છે. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલ હજુ સુધી ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન અને યૂએસ ઓપન ત્રણેયમાં 80 મેચ જીતી શક્યો નથી. બીજી તરફ ફ્રેન્ચ ઓપનમાં રોજર ફેડરરને 73 જીત મળી છે.
Trending
- વાવ વિધાનસભા પેટા ચૂંટણીઃ ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ ના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે જંગ
- આદિત્ય ઠાકરે માટે એકનાથ શિંદેની ખાસ યોજના, આ દિગ્ગજ ચહેરો વરલી સીટ માટે ઉમેદવાર બનશે
- પુણે ટેસ્ટમાં ભારત પર હારનો ખતરો, 7 વર્ષ જૂનો રેકોર્ડ ડરાવે છે
- પાકિસ્તાનમાં 1 કલાક સુધી ફાયરિંગ, હુમલામાં 10 પોલીસ જવાનો શહીદ
- હેમંત સોરેનની ભત્રીજીએ મુશ્કેલી વધારી! પિતાના સીટ પર દાવેદારી નોંધાવી
- તિરુપતિમાં 3 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડ્રગ રેકેટના કિંગપિનના નામે આવ્યો ઈમેલ
- MPમાં નદી પર્યટનનું કેન્દ્ર બનશે મેઘનાદ ઘાટ, ગુજરાતમાં નર્મદા સુધી ક્રૂઝ ચાલશે
- મહાયુતિમાં સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ, 10 સીટો પર હજુ સુધી સર્વસંમતિ નહીં