ભારતીય શેરબજારમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલના શાનદાર કારોબાર બાદ આજે ફરી એકવાર સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. ડાઉ ફ્યુચરના ઘટાડાને કારણે ભારતીય બજારો માટે પણ સેન્ટિમેન્ટ ખરાબ છે અને રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે.કેવુ ખુલ્યું માર્કેટ ઓપનઆજના કારોબારમાં, BSE સેન્સેક્સ 315.02 અંક એટલે કે 0.59 ટકાના ઘટાડા સાથે 52,846.26 પર ટ્રેડ કરી રહ્યો છે. NSE નો નિફ્ટી 74.60 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટીને 15,757.45 પર ખુલ્યો.નિફ્ટીની સ્થિતિઆજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50માંથી 41 શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 9 શેરમાં તેજી જોવી મળી છે. બેંક નિફ્ટી આજે 211.90 પોઈન્ટ અથવા 0.90 ટકાના ઘટાડા બાદ 35599 પર ટ્રેડ કરી રહ્યો છે.સેક્ટોરિયલ ઇન્ડેક્સPSU બેન્ક સાથે ઓઇલ એન્ડ ગેસ ઉપર છે, અન્ય તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં કારોબારમાં સૌથી વધુ 1.76 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈટીમાં 1.09 ટકા અને ફાઈનાન્શિયલ સર્વિસીસમાં 0.90 ટકાના ઘટાડા સાથે ટ્રેડ ચાલી રહ્યો છે.
Trending
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને પ્રમોશન મળશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.