રાજકોટ શહેરમાં બુધવારે એકસાથે 17 કેસ આવ્યા બાદ બીજા જ દિવસે ગુરુવારે વધુ 15 કેસ નોંધાયા છે. આ કારણે એક્ટિવ કેસનો આંક વધીને 57 થયો છે. જ્યારે કુલ પોઝિટિવનો આંક 63833 નોંધાયો છે. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર જે 15 કેસ આવ્યા છે જેમાં માધાપર વિસ્તારના સુંદરમ સિટીમાં રહેતા 33 વર્ષના યુવાન દ્વારકાથી આવ્યા હતા વધુ તપાસમાં તેઓ એક દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. જ્યારે વોર્ડ નં. 13ના રામેશ્વરપાર્કમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ દાર્જિલિંગથી આવ્યા બાદ બીમાર પડતા ટેસ્ટ કરાવતા કોરોના હોવાની પુષ્ટિ થઈ છે. આ સિવાય અમીન માર્ગ અને આલાપ એવન્યુમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બે દર્દીને ચેપ લાગ્યો છે. આ સિવાય એકપણ દર્દીની કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી. જે વિસ્તારમાં કેસ નોંધાયા તેમાં મોરારિનગર વોર્ડ નં. 17, જાગનાથ પ્લોટ વોર્ડ નં. 7, પંચવટી હોલ પાસે વોર્ડ નં. 8, મવડી ગામ વોર્ડ નં. 11, અમીનમાર્ગ, સુંદરમ સિટી માધાપર, આલાપ એવન્યુ વોર્ડ નં. 10, બેડીપરા, રામધામ સોસાયટી વોર્ડ નં. 11, રામેશ્વર પાર્ક વોર્ડ નં. 13, જંક્શન પ્લોટ, વર્ધમાનનગર માધાપર, શ્યામનગર વોર્ડ નં. 1, ગૌતમનગર વોર્ડ નં. 1, બાબરિયાનો સમાવેશ થાય છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો