દરેક રેસિપી એ વુમન્સ માટે ખાસ હોય છે. તો આજે અમે તમને એક એવી રેસિપી શીખવાડીશું જે ખૂબ જ ઝડપથી ઘરે તમે બનાવી શકશો અને તમને ખાવાની પણ મજા આવશે. આ રેસિપી નાના બાળકોથી લઇને મોટા એમ દરેક લોકો પેટ ભરીને ખાશે અને મજા પણ આવશે. તો જાણી લો ઘરે કેવી રીતે બનાવશો ગોલ્ડન ચીઝ બોલ્સ…
સામગ્રી
3 ચમચી બટર
બે કપ મેંદો
½ કપ હુંફાળુ દૂધ
બે ચમચી કોર્ન
બે ચમચી ચીઝ
કોથમીર
સ્વાદાનુંસાર મીઠું
½ ચમચી કાળા મરી
ઝીણી સમારેલી ડુંગળી
બે કપ બ્રેડના ટુકડા
જરૂર મુજબ તેલ
બનાવવાની રીત
- ચીઝ બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં બટર એડ કરો.
- પછી આમાં મેંદો મિક્સ કરો અને ધીમા ગેસે થોડીવાર માટે શેકી લો.
- ત્યારપછી આમાં ધીરે-ધીરે દૂધ મિક્સ કરો. દૂધ મિક્સ કરતા ખાસ ધ્યાન એ રાખો કે આમાં ગઠ્ઠા ના પડી જાય.
- હવે આમાં કોર્ન, ચીઝ, કોથમીર, ડુંગળી, મીઠું અને કાળા મરી એડ કરો.
- મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને થવા દો.
- દૂધ ઠંડુ થાય એટલે એમાંથી મિડીયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લો.
- પછી બાઉલમાં મેંદો, મીઠુ અને થોડુ પાણી લઇને એક ખીરું તૈયાર કરી લો.
- ત્યારબાદ ચીઝ બોલ્સને મિશ્રણમાં એડ કરીને બ્રેડના ચુરામાં મિક્સ કરીને ફ્રિજમાં મુકી દો.
- હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને એમાં આ બોલ્સ તળી લો.
- ગોલ્ડન રંગના થાય એટલે તેલમાંથી કાઢી લો અને ચટણી સાથે સર્વ કરો.
- તો તૈયાર છે સ્વાદિષ્ટ ગોલ્ડન ચીઝ બોલ્સ.