અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં દિલ્હીથી મુંબઈ અને વાયા સુરત સુધીનો મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો છે. સિંદેના બળવાને લઈને ઉદ્ધવ સરકાર પર ચિંતાના વાદળો ઘેરાયલા છે. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવારે નિવેદન આપ્યું હતું.
મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ ફરી એકવાર રાજકીય ઉથલપાથલ ઘમાસાણ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સારી રીતે ચાલે છે અને જ્યારથી સરકાર બની ત્યારથી લઈને અત્યાર સુધી ત્રીજી વખત આ પ્રકારે સરકાર પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તે પ્રકારનો દાવો મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કર્યો હતો. અગાઉ બે વાર સરકાર પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મને યાદ છે જ્યારે આ પહેલા ઉદ્ધવ ઠાકરેની સરકાર બની હતી ત્યારે અમારા ધારાસભ્યોને ઉઠાવીને હરીયાણા અને ગુડગાંવમાં મોકલી દેવાયા હતા અને ત્યાંથી નિકળી પાછા આવ્યા અને અમે ફરીથી સરકાર બનાવી.
કોઈને કોઈ રસ્તો નિકળશે તેવી આશા છે. અઢી વર્ષથી સરકાર સારી રીતે ચાલી રહી છે. પહેલા પણ મહારાષ્ટ્ર સરકારને પાડવાનો પ્રયત્ન થઈ ચૂક્યો છે. જો ઉદ્ધવ સરકારને નુકશાન થાય છે તો પણ એનસીપી બીજેપી સાથે જવાની જગ્યાએ વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરશે. મહારાષ્ટ્રમાં આવેલું સંકટને શરદ પવારે શિવસેનાનું આંતરીક સંકટ ગણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે તેને જરૂરથી હેન્ડલ કરી લેશે. પવારે વધુમાં કહ્યું હતું કે, એનસીપી, શિવસેના, કોંગ્રેસ સાથે છે અને અમે મળીને તેના પર વિચાર કરીશું. તેમ તેમણે જણાવ્યું હતું.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો