સિહોર શહેરમાં હમણાંથી રસ્તે રઝળતા ઢોરનો આતંક વધ્યો છે.અનેક વિસ્તારો ઢોરવાડામાં ફેરવાયા હોય એમજ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. આથી છાસવારે આખલા યુદ્ધથી લોકો ભયભીત બની ગયા છે. તેમાંય આજે સિહોરના ટાણા ગામે આખલાનું યુદ્ધ થયું હતું લાંબા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે ખાસ કરીને સિહોરમાં આખલાઓના કારણે લોકોની હાડમારી વધી છે. જા હેર રોડ કે રહેણાક વિસ્તારમાં બેસેલા કે ઉભેલા રખડતા ઢોર વચ્ચે કચારે લડાઈ થાય તે નક્કી જ નથી હોતું. ગમે ત્યારે આખલા યુદ્ધ થાય છે. આ ખૂટીયાઓ જાહેરમાં લડી ઝઘડી પડીને ટ્રાફિકને બાનમાં લઈ ભારે આંતક મચાવે છે. તેમજ વાહનોને અને લોકોને પણ નુકશાન પહોંચાડે છે. આખલા યુદ્ધને કારણે લોકોના જીવ પણ ગયાના બનાવો બન્યા છે. દરમિયાન ખુટિયાઓએ હદ કરી નાખી છે આજે ટાણા ગામે બે ખુટિયાઓએ દંગલ મચાવ્યું હતું અને બજ્ઞે ખુટિયાઓએ આ જાહેર રોડ પર સમાસમા શિંગડા ભરાવીને દંગલ મચાવતા બસ્ટેન્ડ વિસ્તારમાં નાસભાગ મચી હતી જેથી લોકો ભયભીત બની ગયા હતા.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો