તમે પણ ચહેરા પર ગ્લો લાવવા માટે પાર્લરમાં જઇને મોંઘા ખર્ચા કરો છો? શું તમે પણ ચહેરા પર ગ્લો લાવવા માટે અનેક પ્રકારની બ્યુટી ટ્રિટમેન્ટનો ઉપયોગ કરો છો? જો હા તો હવે તમારે આ બધુ કશું જ કરવાની જરૂર નથી. આજે અમે તમારી માટે એક ઘરેલુ ઉપાય લાવ્યા છીએ જેનો ઉપયોગ તમે આ પ્રોપર રીતે કરશો તો તમારા ચહેરા પર મસ્ત ગ્લો આવશે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ પણ નહિં થાય.
આ રીતે ઘરે રાઇસ વોટર બનાવો
સામગ્રી
3 કપ ઓર્ગેનિક ચોખા
2 કપ પાણી
બનાવવાની રીત
- રાઇસ વોટર બનાવવા માટે સૌ પ્રથમ તમે ચોખાને સારી રીતે ધોઇ લો.
- પછી ધીમાં ગેસે પાણીને ઉકળવા માટે મુકો.
- હવે ઉકળતા પાણીમાં ચોખા નાંખો.
- 15 મિનિટ સુધી ચોખાને થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
- આ પ્રોસેસ થઇ જાય પછી ભાતને પાણીમાંથી નિકાળી દો અને એ પાણીને ઠંડુ કરવા માટે મુકો.
- તો તૈયાર છે રાઇસ વોટર.
- હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો.
જાણો શું થાય છે ફાયદા અને કેવી રીતે ઉપયોગ કરશો.
રાઇસ વોટરનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પછી રાઇસ વોટરથી હળવા હાથે મસાજ કરો. આ મસાજ 10 મિનિટ સુધી કરો અને પછી ચહેરા પર આમ જ રહેવા દો. 20 મિનિટ રહીને ચહેરો ધોઇ લો. આ પાણી તમારે અઠવાડિયામાં ત્રણ વાર લગાવવાનું રહેશે. આ રાઇસ વોટર તમારા ફેસ પર ગ્લો લાવવાનું કામ કરે છે અને સાથે તમારા ચહેરાને ક્લિન પણ કરે છે.