ફંક્શનમાં જેટલા આઉટફિટ્સ જરૂરી છે એટલી જ પરફેક્ટ હેર સ્ટાઇલ હોવી પણ ખૂબ જરૂરી છે. હેર સ્ટાઇલ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. તમે લગ્નમાં ગમે તેટલો મેક અપ કરો પણ હેર સ્ટાઇલ સારી ના હોય તો તમારો આખો દેખાવ બગડી જાય છે અને તમારો ચહેરો ખરાબ લાગે છે. બદલાતી ફેશનમાં હેર સ્ટાઇલમાં પણ અનેક નવી-નવી રીતો આવી છે. આમ, જો તમારા વાળ લાંબા છે તો તમારી માટે આ હેર સ્ટાઇલ એકદમ બેસ્ટ છે. આ હેરસ્ટાઇલ તમે ખૂબ જ ઝડપથી ઘરે લઇ શકો છો અને સમય પણ વધારે બગડતો નથી.
હોપ અપ હોપ ડાઉન હેરસ્ટાઇલ
તમારા વાળ લાંબા અને ગ્રોથ છે તો આ હેરસ્ટાઇલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. લાંબા વાળમાં તે હોપ અપ હોપ ડાઉન હેરસ્ટાઇલ લઇ શકો છો. આ હેરસ્ટાઇલ સાથે તમે સ્મોકી મેકઅપ કરો છો તો ચહેરો બહુ જ મસ્ત લાગે છે. લગ્ન માટે આ હેરસ્ટાઇલ એક યુનિક આઇડિયા છે.
હેવી મેસી બન
તમાર વાળ લાંબા છે તો હેવી મેસી બન તમને બહુ જ મસ્ત લાગે છે. હેવી મેસી બન હેરસ્ટાઇલ દરેક લોકો માટે એકદમ પરફેક્ટ છે. આ હેરસ્ટાઇલ તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો. આ હેરસ્ટાઇલમાં તમારા વાળનો ગ્રોથ પણ વધારે લાગશે.
ફિશટેલ ચોટલી
તમારો ફેસ ગોળ અને લાંબો છે તો ફિશટેલ ચોટલી તમને સારો લુક આપી શકો છો. ફિશટેલ ચોટલીને તમે અનેક રીતે લઇ શકો છો. તમે ફિશટેલ ચોટલી કરીને એમાં ફુલ અને મોતીની એસેસરીઝ લગાવો છો તો બહુ જ મસ્ત લાગે છે. આ હેરસ્ટાઇલ હાલમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે.