સ્માર્ટફોન આપણા મનોરંજનનો નવો મિત્ર બની ગયો છે. મોટાભાગનું કોન્ટેન્ટ હવે ટીવી તેમજ સ્માર્ટફોન પર મળી રહે છે. તે છતાં પણ બજારમાં ટીવીની માગ તો એટલી જ છે. પણ હવે સ્માર્ટ ટીવીનો યુગ આવી ગયો છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને ટીવી અને મોબાઈલ બંને માટે ખર્ચ કરવો પડે છે.
જો આપણે સ્માર્ટફોનની સ્ક્રીનને મોટી કરીને ટીવી બનાવીએ તો? અમે આવા ઉત્પાદનની શોધમાં હતા અને અમને અમારા હાથમાં એક ડિવાઇસ મળ્યું છે. સારી વાત એ છે કે અમને આ કેટેગરીની પ્રોડક્ટ મળી છે. તે એક સસ્તો ઓપ્શન છે. એટલે કે થોડા રૂપિયા ખર્ચીને તમે તમારા ફોનને ટીવીમાં કન્વર્ટ કરી શકો છો. ચાલો જાણીએ આ પ્રોડક્ટની કિંમત અને ફીચર્સ.
તે કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત કેટલી છે
અમે ઓનલાઈન માર્કેટ પ્લેસમાં ઘણા પ્રકારની પ્રોડક્ટ મળતી હોય છે એમાંની જ એક પ્રોડક્ટ છે સ્ક્રીન મેગ્નિફાયર એમ્પ્લીફાયર. તમે આ ડિવાઇસને ઓનલાઈન માર્કેટમાંથી ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો. તમે Sounceનું સ્ક્રીન મેગ્નિફાયર એપ્લીકેટર માત્ર રૂપિયા 379માં ખરીદી શકો છો.
તેની મદદથી તમે તમારા 6-ઇંચના સ્માર્ટફોનને 10-ઇંચની સ્ક્રીનમાં બદલી શકો છો. ફોન મોટી સ્ક્રીન ફોન પ્રોજેક્ટરની જેમ કામ કરે છે. તેની મદદથી સ્માર્ટફોનની સ્ક્રીન ત્રણથી ચાર ગણી મોટી દેખાય છે.
તમે આ ડિવાઇસને ટેબલ પર રાખીને તેનો ઉપયોગ કરી શકો છો. તે વજનમાં ખૂબ જ હલકું હોવાથી તમે જ્યાં પણ જાઓ ત્યાં તેને સાથે લઈ જઈ શકો છો. સારી વાત એ છે કે તમે ડિવાઇસની ઊંચાઈને પણ એડજસ્ટ કરી શકો છો.
ઘણા સસ્તા ઓપ્શન પણ છે
કંપનીના જણાવ્યા અનુસાર આ ડિવાઈસનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈફોન બંને સાથે થઈ શકે છે. તમને આવી ઘણી પ્રોડક્ટ ઓનલાઈન મળશે. કેટલાકની કિંમત 300 રૂપિયાથી ઓછી છે. કલરફિશના 8-ઇંચની સ્ક્રીન સાઇઝના ડિવાઇસની કિંમત 300થી ઓછી છે..