RBI દ્વારા રેપોરેટ વધાર્યા બાદ કેટલીય બેંકોએ તેના એફડી પરના વ્યાજદરમાં વધારો શરૂ કર્યો છે. આવી રીતે હવે વધુ એક બેંકે રાહત આપી છે. યસ બેંકે 2 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજદરો વધાર્યા છે. નવા દર 18 જૂનથી લાગૂ થઈ જશે. જોકે આ વધારો 1થી 10 વર્ષ સુધી મેચ્યોરિટીવાળી એફડીમાં કર્યો છે.
હવે 7થી 10 દિવસની એફડી પર બેંક 3.25 ટકાથી 6.50 ટકા વ્યાજ આપી રહ્યા છે. જો કે, વરિષ્ઠ નાગરિકોને 3.75થી 7.25 ટકા સુધી વ્યાજ મળશે.
વ્યાજદરનું વિવરણ
બેંકે 7થી 14 દિવસની મેચ્યોરિટીવાળી એફડી પર 3.25 ટકા વ્યાજ આપી રહી છે. ત્યાર બાદ 15થી 45 દિવસવાળી એફડી પર 3.50 ટકા, 46થી 90 દિવસવાળી એફડી પર 4.00 ટકા અને 3થી 6 મહિનાથી ઓછી જમાવાળી એફડી પર 4.50 ટકા વ્યાજ આપી રહી છે. ત્યાર બાદ 6થી 9 મહિનામાં મેચ્યોર થતી જમારાશીવાળા પર 4.75 ટકા વ્યાજ મળી રહ્યું છે. 9 મહિનાથી 1 વર્ષથી ઓછા સમયગાળાવાળી એફડી પર બેંક 5.00 ટકા વ્યાજ આપી રહી છે. તેમાંથી એકેયમાં વ્યાજદર ચેન્જ થયા નથી.
બદલાયેલા વ્યાજદર
બેંકે 1 વર્ષથી 18 મહિનાથી ઓછી વાળી એફડી પર વ્યાજ દર 5.75 ટકાથી વધારીને 6.00 ટકા કરી દીધું છે. 18 મહિનાથી 3 વર્ષથી ઓછી મેચ્યોરિટીવાળી એફડી પર બેંકે 6.50 ટકાના દરથી વ્યાજ મળશે. તેમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. ત્યાર બાદ 3થી 10 વર્ષની જમા રકમ પર એફડી પર બેંક 6.50 ટકાના દરથી વ્યાજ આપશે.