કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી 1 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કલોલ ખાતે એક કાર્યકર્મમાં તેઓ હાજરી આપશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ મતદાતઓને રિઝવવા માટે કામે લાગી ગઈ છે. એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ બે મહિનામાં ચાર વખત ગુજરાત આવી ગયા છે. ત્યારે તાજેતરમાં જ પીએમ મોદીએ વડોદરામાં એક જંગી સભાને સંબોધી હતી. ત્યારે 1 જુલાઈના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. તેઓ કલોલ ખાતે એક કાર્યકર્મમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે, ગત 12 જુનના રોજ અમિત શાહ આણંદ ખાતે ઈરમાનો 41મો દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા હતા. તેઓની હાજરીમાં આ કાર્યકર્મ યોજાયો હતો. શાહે ગામડાઓને લઈ જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધી કહેતા કે દેશની આત્મા ગામડામાં વસે છે. હું તે વાતને દ્રઢપણે માની રહ્યો છું. ગામડાઓ સમૃદ્ધ, સુવિધાસભર અને સ્વાલંબી બનશે તો દેશ સમૃદ્ધ બનશે એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થવા સાથે દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા ગામડાઓનું યોગદાન અમૂલ્ય બની રહેશે.