આગામી બે દિવસ ની મુલાકાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત માં આવ્યા છે ત્યારે તેમની જાહેર સભા ઓ ના કારણસર એસટી બસો તેમના કાર્યક્રમ સ્થળે જવા માટે દરેક ડેપો માં થી એસટી બસો મુકી છે ત્યારે ચાણસ્મા ડેપો દ્વારા 30 બસો ફાળવાઈ છે ત્યારે 38 લોકલ શિડ્યુલ સંચાલન 27 લોકલ બસ સંચાલન બંધ રહેતાં મુસાફરો અને વિદ્યાર્થી ઓ ને હેરાનગતિ નો ભોગ બનવું પડશપીએમ ના કાર્યક્રમ માં ચાણસ્મા ડેપો ની 30 એસટી બસો મુકાઈ
બે દિવસ મુસાફરો અને વિદ્યાર્થી ઓ ને હાલાકી પડશે
ચાણસ્મા ડેપો દ્વારા 38 લોકલ બસ સંચાલન કરવા માં આવે છે. તે પૈકી 30 બસો ચાણસ્મા ડેપો દ્વારા વડાપ્રધાન ના કાર્યક્રમમાં મૂકવા માં આવતાં બે દિવસ દરમ્યાન માત્ર 27 લોકલ બસો નું સંચાલન બંધ થતાં માત્ર 4 જ લોકલ બસો નું સંચાલન થશે તેમ એસટી ડેપોના સત્તાધીશો એ જણાવ્યું હતું.જ્યારે એક્સપ્રેસ બસ નું સંચાલન તેના રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ ચાણસ્મા ડેપો મેનેજર રીટા પ્રજાપતિ એ જણાવ્યું હતું.