કપચી નહીં પણ બનાવવામાં આવ્યો સ્ટીલનો રોડ જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે.સુરતમાં આવેલા હજીરા ખાતે 1.2 કિલોમીટર લાંબો સ્ટીલનો રોડ બનાવવામાં આવ્યો છે.જાણવામાં આવ્યું છે કે આ રોડનો ખર્ચ કપચીની કિંમત કરતાં પણ અડધી કિંમતે પડે છે. હા,તમે વિચાર કરતા હશો કે આ રસ્તો મજબૂતાઈ માં તો બરોબર હશે કે નહીં? આપને જણાવી દઇએ કે હા, રસ્તો ખૂબ જ મજબૂતી ભરેલ છે.ભવિષ્યમાં તેમાં ખાળા પડવાની સંભાવના ખુબજ નહીવત છે.ઉપરાંત રોડનું આયુષ્ય વધારે જણાઈ રહ્યું છે. આ એક રિસર્ચ માટે બનાવવામાં આવેલો પ્રોજેક્ટ છે.જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ અયોગના નિર્દેશ પ્રમાણે CSIR એ સ્પોન્સર કર્યા છે.આ પ્રોજેક્ટ ભારત સરકારના સ્વચ્છ અભિયાન હેઠળ છે.જેને વેસ્ટ ટુ હેલ્થ પણ કહી શકાય ખામીઓ કરતા ખૂબીઓ વધારે ધ્યાનમાં રાખીને ભારત સરકાર આ પ્રોજેક્ટ ની આગળ વધારશે. મહત્વનું કારણ કે ભારત સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ રસ્તો તૈયાર કરાયો છે. હજીરાના AMNS પ્લાન દ્વારા ફરનેસ સ્ટીલ તૈયાર કરાવી કપચીની જગ્યાએ વાપરવામાં આવ્યું એ ઘણું ફાયદેમંદ સાબિત થશે.
Trending
- આજનું પંચાંગ 24 ઓક્ટોબર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના લોકોને વ્યાપારમાં આર્થિક લાભ થશે, વાંચો તમારું દૈનિક રાશિફળ
- અહોઈ અષ્ટમીના અવસરે તમારા હાથમાં રાજસ્થાની બંગડીઓ પહેરો, જુઓ ડિઝાઇન
- અહોઈ અષ્ટમી પર વાંચો આ વ્રત કથા, બાળકો રહેશે સુરક્ષિત, જીવન સુખી થશે!
- જર્મનીની ટેક્નોલોજી, ભારતનું લોખંડ, લોકોએ આ સેડાનને ઉત્સાહભેર ખરીદી
- શા માટે મોટાભાગના વિમાનો સફેદ હોય છે અને અન્ય રંગો કેમ નહીં? કદાચ તમને કારણ ખબર નહિ હોય!
- શા માટે આપણે ધનતેરસ પર સોનું, ચાંદી અને નવા વાસણો ખરીદીએ છીએ? શું કરવું, શું ન કરવું તે જાણો!
- દિવાળીનો તહેવાર મઠરી વિના અધૂરો છે, આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો