વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓના શિલાન્યાસ તેમજ લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડમાં તેઓની જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના ભાગરૂપે છેલ્લા ૧૮ દિવસથી વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ થી આજવા રોડ તરફ ના માર્ગની કાયાપલટ કરી દેવામાં આવી હતી ઠેર ઠેર સુશોભન અને વૃક્ષારોપણ કરી વિસ્તારને અલકાપુરી જેવો પોશ વિસ્તાર બનાવી દેવાયો હતો. વર્ષોથી રખડતી ગાયો માટે પ્રચલિત આજવા રોડ ૧૮ દિવસથી ઢોર મુક્ત બની ગયો હતો. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પૂરી થઇ અને તેઓ દિલ્હી પહોંચે તે પહેલા ફરીવાર ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડ પર રખડતા ઢોરોની એન્ટ્રી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોય વડોદરા શહેરના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડના શણગાર જોઈને સોશિયલ મીડિયા પર મિમ્સ વાયરલ થતા હતા કે આજવા રોડ પર અલકાપુરી જેવું ફીલ મળી રહ્યું છે. જોકે આ ક્ષણિક ફીલિંગ મોદી સાહેબના દિલ્હી પહોંચ્યા પહેલાં જ ચકનાચૂર થઈ છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો