સગવડતા: બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન માટેની ઘોષણા : દૈનિક 2 ટ્રિપ અપાઇ બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝન બાદ આજથી ટ્રેન શરૂ તા.18થી બોટાદ-ગાંધીગ્રામ (અમદાવાદ) વચ્ચે દૈનિક 2 ટ્રેન ચલાવવામાં આવશે. ઉપરાંત ભાવનગર-ધોળા-ઢસા-લુણિધાર ટ્રેનની નવી સગવડતા આપવામાં આવી છે. અમદાવાદ ખાતેથી સ્પે.ટ્રેન બપોરે 2.05 કલાકે ગાંધીગ્રામ-બોટાદ ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ગાંધીગ્રામથી આ ટ્રેન બપોરે 3.02 કલાકે ઉપડશે અને વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ગોધનેશ્વર, કોટગાંગડ, અરણેજ, લોથલ, ભુરખી, લોલીયા, હડાળાભાલ, ડોલી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદ્રવા, જાળીયા રોડ, સાળંગપુર, અગાઉ જેવા સ્ટેશનોએ સ્ટોપ કરી અને બોટાદ ખાતે સાંજે 7.20 કલાકે પહોંચશે. દૈનિક ગાંધીગ્રામથી સવારે 6.55 કલાકે ટ્રેન ઉપડી અને બોટાદ ખાતે 10.30 કલાકે પહોંચી જશે. અને બીજી ટ્રીપ સાંજે 6 કલાકે ઉપડી અને બોટાદ રાત્રે 9.55એ પહોંચશે. બોટાદથી સવારે 6 કલાકે ટ્રેન ઉપડી અને ગાંધીગ્રામ ખાતે 9.35 કલાકે આવી પહોંચશે. બીજી ટ્રીપ બોટાદથી સાંજે 5.20 કલાકે ઉપડી અને 9 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. 155 કિ.મી.નું અંતર કાપવા માટે ટ્રેનને 3.50 કલાકનો સમય લાગશે. અને સ્પીડ 43 કિ.મી. પ્રતિ કલાકની રાખવમાં આવી છે. ભાવનગરથી લુણીધારની દૈનિક ટ્રેન તા.18થી શરૂ થશે. ભાવનગર ટર્મિનસથી સવારે 5 કલાકે ઉપડી ભાવનગર પરા, સિહોર, ધોળા, ઢસા, લાઠી, ખીજડીયા, ચિત્તલ થઇ અને લુણિધાર ખાતે સવારે 7.35 કલાકે પહોંચશે. લુણીધારથી આ ટ્રેન સવારે 10 વાગે ઉપડી અને ભાવનગર ખાતે 12.30 કલાકે આવી પહોંચશે. ભાવનગર-લુણીધાર વચ્ચેનું 122 કિ.મી.નું અંતર કાપવા માટે ટ્રેનને 2.30 કલાકનો સમય લાગશે. તા.18ના રોજ ઉદ્ધાટનમાં ભાવનગર-લુણીધાર ટ્રેન બપોરે 2.05 કલાકે પ્રસ્થાન કરી, ઢસા, લાઠી, ખીજડીયા, ચિત્તલ થઇ અને લુણિધાર ખાતે બપોરે 3.10 કલાકે પહોંચી જશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો