વરસાદ ખેંચાતા પશુઓ માટેનો લીલો ઘાસચારો થયો મોંઘો વલભીપુર પંથકમાં માત્ર 10 મી.મી.વરસાદથી ખેડૂતોમાં નિરાશા હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો : પશુધનની માવજત કરવી મોંઘી થઇ વલભીપુર પંથકમાં પશુઓ માટેનો લીલા ઘાસચારાના ભાવમાં દૈનિક રીતે ભાવ વધતા હોય જેને લઇ માલઘારીઓની હાલત કફોડી બનતી જાય છે. વલભીપુર પંથકમાં ત્રણ દિવસ પહેલા 10 મી.મી.વરસાદ પડેલ હતો અને વરસાદના આગમન સાથે ખેતી માટે ખેડુતોમાં અને પશુઓ માટે માલધારીઓમાં હરખની હેલી ઉભી થઇ હતી. પરંતુ વલભીપુર પંથકમાં પિયત થતી ખેતીનું પ્રમાણ ખબુ ઓછુ છે. તેને લઇ ઉનાળા દરમ્યાન પશુઓ માટેનો લીલો ઘાસચારાનું વાવેતર પણ પશુઓની સંખ્યા કરતા ઓછા પ્રમાણમાં થાય છે. તેને લીધે લીલાઘાસના ભાવ પ્રતિ વર્ષ રૂ.5 થી 10 નો વઘારો જોવા મળે છે. જો વરસાદ સમયસર ન થાય તો પંથકમાં આ ઘાસચારો મળતો નથી અને ઘાસ વેચતા વેપારીઓ દ્વાર આસપાસના તાલુકાઓમાંથી આઇસર ટેમ્પા દ્વારા છુટક અથવા તો જથ્થા બંધ પ્રતિ 20 કિલો મુજબ રૂ.70 થી 80 ના ભાવ પ્રમાણે માલધારીઓને વહેચે છે. ના ભાવ પ્રમાણે માલધારીઓને વહેચે છે. ઉનાળાના આરંભમાં લીલા સાસટીયાનો ભાવ 20 કિલોના રૂ.65 હતો જે ઉનાળાના મધ્યાંતરે રૂ.70 થયો હતો. અને હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો છે. જેમાં જે તે સ્થળે થી માલધારીનાં નેસ સુધી પહોંચતો કરવા માટે વાહનભાડુ અલગથી ચુકવવું પડે છે. આવી પરિસ્થિતી વચ્ચે માલધારીઓને પશુધન સાચવું મુશ્કેલ ભર્યું બન્યુ છે. ત્રણ વર્ષમાં ભાવ વધતા ગયા ઉનાળા દરમ્યાન પશુઆને લીલુઘાસનું નિરણ કરવું જરૂરી છે પણ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી લીલાઘાસનો ભાવ વધતો જાય છે. ત્રણ વર્ષ પહેલા વીસ કીલોનો ભાવ રૂ.55 થી 60 હતો. પછીના વર્ષે ભાવ રૂ.60 થી 65 થયો અને ચાલુ વર્ષે વીસ કીલોનો ભાવ રૂ.70 થી શરૂ થયો જે હાલમાં રૂ.80 સુધી પહોંચી ગયો છે.એક ગાયને રોજનું 10-15 કિલો અને ભેંસને 1520 કિલો પ્રમાણે ઘાસની જરૂરીયાત રહે છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો