જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે ભારતીય જીવન વીમા કોર્પોરેશને નવી પોલિસી નવી પોલિસી લોન્ચ કકી છે. જેમાં તમે નાનું રોકાણ કરીને મોટું ફંડ ઉભુ કરી શકો છો. આ યોજના હેઠળ તમે દરરોજ 73 રૂપિયા જમા કરીને મેચ્યોરિટી સુધી 10 લાખ રૂપિયા સુધીનું ફંડ ઉભુ કરી શકો છો. તેમા જોખમની કોઈ ટેન્શન નહીં રહે. કારણ કે LIC જોખમ વિના રોકાણ કરવાની તક આપે છે. ઉપરાંત આ યોજના નાની આવક ધરાવતા લોકો માટે છે. તેમાં જોડાવા માટે તમારે દરરોજ માત્ર 73 રૂપિયાની બચત કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જીવન વીમા નિગમની નવી જીવન આનંદ પોલિસીમાં મેચ્યોરિટી પર 10 લાખ રૂપિયા મળે છે. આ સિવાય તમને તેમાં લાઈફ ટાઈમ ડેથ કવર પણ મળે છે. LICની આ પોલિસીમાં 10 લાખ રૂપિયાનું ફંડ બનાવવા માટે તમારે દરરોજ 73 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં જોડાવા માટે તમારે ખૂબ જ સરળ રીતે અરજી કરવાની રહેશે. જે પછી તમે પોલિસીમાં જોડાઈને તેનો લાભ લઈ શકો છો. આવો જાણીએ તેમાં બીજા કયા કયા ફાયદા મળે છે.
પોલિસીમાં મળે છે ટેક્સ બેનિફિટ
LICની આ પોલિસીમાં તમને સારા ફંડ સાથે ડેથ કવર મળે છે. તેની સાથે તમને પોલિસીમાં આવકવેરામાં છૂટ પણ મળે છે. LICની આ પોલિસીમાં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ લાભ ઉપલબ્ધ છે. વ્યક્તિ ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમરથી LIC પોલિસીમાં રોકાણ કરી શકે છે અને મહત્તમ 50 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે. જ્યારે પોલિસીની મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે, જેને 35 વર્ષ સુધી વધારી શકાય છે. પોલિસીમાં તમે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો.