આયોજિત રાષ્ટ્રીય સંમેલનના ભાગરૂપે કેન્દ્રીય શિક્ષણ મંત્રી એ વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ તથા તેમના પ્રતિનિધિઓ સાથે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2008માં સ્થાપવામાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી.
રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે,જે ફોરેન્સિક, બિહેવિયરલ, સાયબર સિક્યુરિટી, ડિજિટલ ફોરેન્સિક્સ અને સંલગ્ન વિજ્ઞાનને સમર્પિત છે. તેની સ્થાપના ભારત સરકાર દ્વારા એક્ટ, 2020 (2020 ના 32) દ્વારા દેશમાં અને સમગ્ર વિશ્વમાં ફોરેન્સિક નિષ્ણાતોની વધતી માંગ સામે તીવ્ર અછતને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
ગુજરાત ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીપ્રથમ કેમ્પસ છે. જે ગાંધીનગર ખાતે આવેલ છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી આઠ સ્કૂલમાં 46 અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. જેમ કે, સ્કૂલ ઓફ ડોક્ટરલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, સ્કૂલ ઓફ ફોરેન્સિક સાયન્સ, સ્કૂલ ઓફ સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સ્કૂલ ઑફ ફાર્મસી, સ્કૂલ ઑફ બિહેવિયરલ સાયન્સ અને સ્કૂલ ઑફ ઓપન લર્નિંગ.
દરેક શાળા દ્વારા ચલાવવામાં આવતા અદ્યતન અને વિશિષ્ટ અભ્યાસક્રમોને લીધે, તે હાલમાં ફક્ત અનુસ્નાતક સ્તરના શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે. આ કેમ્પસમાં યોગ્ય સવલતો સાથે શિક્ષણ, સંશોધન અને તાલીમમાં શ્રેષ્ઠતા જાળવી રાખવાથી બહુવિધ વિદ્યાશાખાઓ અને કૌશલ્યોમાં સહયોગને પ્રોત્સાહન મળે છે.
શિક્ષણ ક્ષેત્રે જ્યારે ભારત આગેકુચ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ કદમથી કદમ માંડી આગળ વધી રહ્યું છે. ગુજરાતની સ્ટેટ-ઓફ-ધ-આર્ટ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ અહીંની સારી બાબતોની નોંધ લઈ પોતાના રાજ્યમાં પણ ઉચ્ચકક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવા પ્રયત્નો કરશે એ ઉદ્દેશ્ય સાથે આ મુલાકાત ખૂબ મહત્વની બની રહેશે.