ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સૌથી સફળ સુકાની અને ધુંઆધાર મહિલા ક્રિકેટર મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. મિથાલી રાજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિથાલી રાજેની નિવૃત્તિથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ફટકો પડશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક આદર્શ સુકાનીની મોટી ખોટ પડશે. મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી છે. તેણીની કારકિર્દી 23 વર્ષની છે. ભારતને અનેક મહત્વપૂર્ણ મેચ જીતાડવામાં તેમનું અગત્યનું યોગદાન રહ્યું છે. મિથાલી રાજે ટ્વિટર મારફતે એક લાંબી ટ્વીટ કરીને નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું હતું કે, અનેક વર્ષોથી તમારા બધાના પ્રેમ અને સહકાર માટે આભાર. હું તમારા બધાના આશીર્વાદ અને સહયોગથી બીજી ઇનિંગની શરૂઆત કરવા માંગું છું. નોંધનીય છે કે મિતાલી રાજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 232 ODI અને 89 T20 મેચ રમી છે. તેણે 12 ટેસ્ટ મેચમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. મિતાલી રાજે વનડેમાં 7805 રન બનાવ્યા છે અને ટી 20માં 2364 રન ફટકાર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ 699 રન નોંધાવ્યા છે. મિતાલી રાજે કુલ 8 આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી છે.
Trending
- વધુ એક ફ્લાઈટમાં બોમ્બના સમાચારથી આઘાત! એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
- નવેમ્બરમાં 12 દિવસની રજા રહેશે! જાણો તમારા શહેરમાં શાળાઓ, કોલેજો અને ઓફિસો ક્યારે બંધ રહેશે.
- ગુજરાતના કર્મચારીઓને મળશે દિવાળીની ભેટ, પટેલ સરકારે કરી બોનસની જાહેરાત
- દેશની ઘણી CRPF શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આ યાદીમાં દિલ્હીની 2 શાળાઓ પણ સામેલ
- મુહર્ત ટ્રેડિંગમાં આ 3 ભૂલોને કારણે ડૂબી શકે છે પૈસા, ત્રીજી સૌથી મહત્વપૂર્ણ
- આ દિગ્ગ્જ નેતા આપી શકે છે BJPને મોટો ઝટકો, ટિકિટ ન મળવાથી નારાજ થઇ લઇ શકે છે આવું પગલું
- ઝારખંડ માટે કોંગ્રેસે જાહેર કરી 21 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
- ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, બે પૂર્વ ધારાસભ્યો JMMમાં જોડાયા