હવામાન ખાતા ની આગાહી ને પગલે સમગ્ર રાજ્ય સાહિત પાટણ જિલ્લા ના વાતાવરણ માં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસ થી બફારો વધતા સોમવારે બપોરે જિલ્લા ના અનેક વિસ્તારો માં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે માર્કેટયાર્ડ માં બોરી ઓ પલળી ગઇ હતી. જેના કારણે વેપારી ઓ અને ખેડૂત ને પણ નુકસાન થયું હતું. જ્યારે રેલવે ગરનાળા માં પાણી ભરાતા ગાડીઓ ફસાઈ ગઇ હતી.
પાટણ જિલ્લા માં છેલ્લા બે દિવસ થી ભારે બફારા બાદ વાતાવરણ માં પલટો આવ્યો હતો. સોમવારે બપોરે પાટણ શહેર સાહિત સિદ્ધપુર, રાધનપુર માં આકાશ માં કાળા વાદળો ઘેરાયા હતા અને ધીમી ધારે વરસાદ વરસવા નું શરૂ થયું હતું.
જેના કારણે ગરમી થી લોકોને આંશિક રાહત મળી છે. ત્યારે અચાનક વરસાદ વરસતા લોકો પણ ભીંજાયા હતા. માર્કેટયાર્ડમાં સેડની બહાર પડેલો માલ ભીનો થયો હતો. જેના કારણે વેપારીઓ અને ખેડૂતને પણ નુકસાન થયું હતું. તો શહેરના રેલવે ગરનાળા વરસાદી પાણી ભરાયું હતું. જેના કારણે રિક્ષાઓ ફસાઇ હતી.