મારુતિ સુઝુકી ઈન્ડિયા CNG કાર પર પ્રભુત્વ ધરાવે છે. આમાં પણ તેનું સૌથી લોકપ્રિય મોડલ મારુતિ સેલેરિયો છે. Celerio દેશની સૌથી વધુ માઇલેજ આપતી પેટ્રોલ તેમજ CNG કાર છે. તે 1 કિલો સીએનજીમાં 35.60 કિમીની માઈલેજ આપે છે.
રૂ.82માં 35 KM માઇલેજ
ગુજરાતમાં CNGની કિંમત 82 રૂપિયાની આસપાસ પ્રતિ કિલો છે. આ રીતે, કંપની ફીટેડ CNG કિટ સાથે મારુતિ સેલેરિયો 82 રૂપિયામાં ખરા અર્થમાં 35 કિમીની માઈલેજ આપે છે. તેની કિંમત 6.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
WagonR CNG
કંપનીની બીજી હેચબેક કાર મારુતિ સેલેરિયોની જેમ મારુતિ વેગનઆર સીએનજી પણ માઈલેજમાં કોઈથી ઓછી નથી. તે 1 કિલો સીએનજીમાં 34.05 કિમીની માઈલેજ આપે છે. તેની કિંમત 6.42 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
મારુતિ અલ્ટો CNG
દેશની સૌથી સસ્તી કાર મારુતિ અલ્ટોના CNG વેરિઅન્ટની કિંમત 5.03 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે જ સમયે, તે એક કિલો સીએનજીમાં 31.59 કિમીની જબરદસ્ત માઈલેજ આપે છે. તે 800cc એન્જિન સાથે આવે છે.
S-Presso CNG
મારુતિની બીજી કાર, Maruti S-Presso CNG, પણ માઈલેજમાં શાનદાર છે. તે કિલોગ્રામ ગેસમાં 31.2 KMની માઈલેજ આપે છે. તેની કિંમત 5.38 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Tata Tiago CNG
ટાટા મોટર્સે આ વર્ષે ભારતીય બજારમાં તેની CNG કાર લોન્ચ કરી છે. તેમાંથી કંપનીની એક કાર Tata Tiago CNG માઈલેજમાં જબરદસ્ત છે. તે એક કિલો ગેસમાં 26 કિમીથી વધુની માઈલેજ આપે છે. તેની કિંમત 6.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.