અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરાયા હતા. અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે દરિયાપુર, જમાલપુર, ખાડીયા વોર્ડમાં આવેલ હેરીટેજ મિલ્કતો દરિયાપુર દરવાજા, સીદ્દી સૈયદ ની જાળી,જુમ્મા-મસ્જીદ,રાણી ના હજીરા પાસે તથા પાંચકુવા દરવાજાની આજુબાજુ માં થયેલ દબાણો તેમજ દાણાપીઠ અ.મ્યુ.કો.ઓફીસથી ઢાલગરવાડથી પાનકોરનાકાથી ગાંધી ફૂવારાથી માણેકચોક સુધીના રસ્તા ઉપરના દબાણો તા.૨૪ મે ૨૨ના રોજ એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફ દ્વારા ૩-દબાણ ગાડી તથા ખાનગી કોન્ટ્રાકટરના ૧૦-મજૂરોની મદદથી ૦૬-નંગ કોમર્શીયલ શેડ, ૦૩-નંગ સાદી લારી, ૦૧-નંગ લોખંડનું વ્હીલવાળું કાઉન્ટર, તેમજ ૧૯૪-નંગ પરચૂરણ માલ સામાન દૂર કરીને દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવેલ છે. આ પહેલા પણ પૂર્વ વિસ્તારની અંદર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા બિનઅધિકૃત રીતે બાંધવામાં આવેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમયમાં પણ બીયુ વગરના તેમજ બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર રસ્તાઓ પણ દબાણમાં આવતાં બિનઅધિકૃત બાંધકામ તોડી પાડી ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. આમ, આગામી દિવસોમાં પણ આવા પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.
Trending
- ડઝનેક ફાઇટર પ્લેને 1600 KMની ઉડાન ભરી, ઈઝરાયેલે ઈરાનને કેટલું નુકસાન પહોંચાડ્યું?
- રેલ્વે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ હિન્દીમાં લખ્યો પત્ર, ડીએમકે સાંસદે કહ્યું- સમજાયું નહીં
- હુમલા બાદ ઈઝરાયેલ જવાબી કાર્યવાહી માટે તૈયાર રહે, ઈરાને આપી ચેતવણી
- બિહારના ચાર યુવકો બળીને ખાખ, શોર્ટ સર્કિટના કારણે રૂમમાં લાગી આગ
- અલ્લુ અર્જુનની આગામી ફિલ્મોની યાદી, તમને જબરદસ્ત એક્શન અને થ્રિલરનો ડબલ ડોઝ મળશે.
- ટીમ ઈન્ડિયામાં 3 દિગ્ગજ શા માટે બાકાત છે? બંગાળી ટાઈગર્સ સામે હોબાળો થયો.
- ઇઝરાયલ-ઇરાન યુદ્ધમાં વધ્યો તણાવ , ઇઝરાયેલી સેનાએ ઇરાનના લશ્કરી મથકો પર છોડી મિસાઇલો
- રાજધાની એક્સપ્રેસની સરખામણીમાં વંદે ભારત સ્લીપર ટ્રેન કેટલી શાનદાર છે? જાણો તેના ફીચર્સ