સુરત નજીક આવેલા અદાણી હજીરા પોર્ટ લી. (AHPL)એ વિશ્વ પર્યાવરણ દિવસની પરંપરાગત એક દિવસની ઉજવણીની જગ્યાએ આખો સપ્તાહ પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરી.
અદાણી હજીરા પોર્ટ લિમિટેડ(AHPL)એ ઓનલાઈન ક્વિઝ, વેબિનાર, ઑફ-લાઇન ક્વિઝ, કામદારો અને સમુદાયો વચ્ચે પર્યાવરણ જાગૃતિ વાર્તાલાપ, ચિત્ર સ્પર્ધા, કવિતા, સ્લોગન સ્પર્ધા અને જ્યુટ બેગ વિતરણ, નેચર વોક, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું સમગ્ર સપ્તાહ દરમિયાન આયોજન કર્યુ હતું.
પર્યાવરણ સપ્તાહની ઉજવણીની શરૂઆત અદાણી હજીરા પોર્ટ લિમિટેડ(AHPL),હજીરા ખાતે જનજાગૃતિ માટેના ઇકોફ્રેંડલી કાપડના અને ડિજિટલ બેનર લગાડીને થઈ હતી. અદાણી પોર્ટના કર્મચારીઓ અને સહયોગીઓ માટે ઓનલાઈન અને ઓફલાઇન બંને પ્રકારની ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું. કન્ટેનર ટર્મિનલ હેન્ડલિંગ એરિયા, ડ્રાય કાર્ગો ઑપરેશન એરિયા, જેટી એરિયા અને લિક્વિડ ટર્મિનલ ઑપરેશન એરિયામાં અને માસ ટૂલ બૉક્સ પર પર્યાવરણીય સંરક્ષણ પર ઑન ધ સ્પોટ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટ કામદારો અને સુપરવાઇઝર માટે પર્યાવરણ જાગૃતિ માટે વક્તવ્ય અને શ્રમિકોને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા જાગૃત કરવા માટે જ્યુટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બંદરના ગ્રીન બેલ્ટ વિસ્તારને મજબૂત કરવા પોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું. ઔષધીય વનસ્પતિઓ અને જૈવવિવિધતાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે કર્મચારીઓ, સહયોગીઓ અને કરાર આધારિત કામદારોમાં ઔષધીય છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અદાણી હજીરા પોર્ટના કર્મચારીઓ અને સહયોગીઓ માટે ચાર સત્રના વેબિનાર અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.