ડાયમંડ સિટી, રેશમ સિટી અને ધ ગ્રીન સિટી… સુરત શહેર વૈવિધ્યસભર વારસાને સાચવીને અડીખમ વિકસી રહ્યું છે, ત્યારે આ જિલ્લાનાં ગામો પણ કેમ પાછળ રહી જાય, સુરતમાં આવેલા કામરેજ તાલુકાનાં નવી પારડી ગામમાં જળક્રાંતિ થઈ છે. વર્ષો જૂની પાણીની સમસ્યાઓનું ‘જલ જીવન મિશન’ અંતર્ગત નિરાકરણ આવ્યું છે અને વિકાસની હરોળમાં આગળ વધી રહ્યું છે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જલ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તેમનો સંકલ્પ છે કે, સમગ્ર ભારત દેશમાં ઘરે ઘરે નળથી શુદ્ધ જળ મળે. પ્રધાનમંત્રીના આ સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, સુરતમાં આવેલું નવી પારડી ગામ. આ ગામની કુલ વસતી 5650 છે, જેમાં 1315 ઘરો આવેલાં છે. ગામલોકો પોતાનો જીવન નિર્વાહ માટે મુખ્યત્વે ખેતી અને ખાનગી નોકરી પર નિર્ભર છે. અહીં વર્ષોથી લોકો કૂવાનાં પાણી પીને જીવન પસાર કરતાં હતાં, જેમાં કેટલાય કલાકો માત્ર પાણી મેળવવામાં વેડફાઈ જતા હતા, કારણ કે, ગામમાં માત્ર બે જ કૂવા હતા અને રાજ્ય સરકારની વિવિધ યોજના થકી 8 જેટલા હેન્ડપંપ લગાવવામાં આવ્યા હતા.
નવી પારડી ગામમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં જળયોજના માટે 1397535 રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગામમાં ત્રણ બોર કરાવવામાં આવ્યા તેમજ બે મોટર લગાવવામાં આવી હતી.
નલ સે જલ યોજના અંતર્ગત નાની પારડી ગામમાં 525 મીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે, સાથે જ આ ગામમાં જે પાણીવિતરણ કરવામાં આવે છે તેનું વાસ્મો દ્વારા અપાયેલી વોટર ટેસ્ટીંગ કિટ દ્વારા નિયમિત ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. ગામલોકો આર.ઓ.પ્લાન્ટનું પાણી પી શકે તે માટે પંચાયત અને દાતાઓના સહયોગથી એક પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જે પાણી લેવા માટે માત્ર એક બટન દબાવવું પડે છે અને પંચાયત દ્વારા આપવામાં આવેલ કાર્ડને સ્કેન કરવાનું હોય છે, જે બાદ ગામલોકો તેનો સરળતાથી લાભ મેળવી શુદ્ધ પેયજળ પ્રાપ્ત કરી શકે છે. ગામની આ પહેલ ગામલોકો માટે કલ્યાણકારી નિવડી છે.
નલ સે જલ’ના ફાયદાની વાત નવી પારડી ના સરપંચ એ કરતા કહ્યુ મારા ગામમાં નલ સે જલ યોજના બે વર્ષ અગાઉ આવી હતી, તેનાથી ગામમાં 100 ટકા ઘરે ઘરે નળનું કામકાજ કરવામાં આવ્યું છે અને 100 ટકા ગામમાં પીવાનું પાણી મળી રહે છે.
નવી પારડી ના પ્રિન્સિપાલ એ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ નલ સે જલ યોજનાનાં અમલિકરણને લીધે અમારી દીકરીઓ સમયસર શાળાએ હવે આવવા લાગી, હવે પાણી પૂરતા પ્રમાણમાં ઘરે જ મળવાં લાગ્યું એટલે દીકરીઓનો સમય બચ્યો, ગૃહિણીઓ નાનો-નાનો ગૃહઉદ્યોગ કરી અર્થોપાર્જન કરતી થઈ. શાળામાં નિયમિત હાજરીને લીધે ગામની દીકરીઓનું શિક્ષણસ્તર પણ ઊંચું આવ્યું છે
નવી પારડી ના આંગણકા વાડી વર્કરે જણાવ્યું હતું કે મારું ગામ નવી પારડી સુરત જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અને વાસ્મો યોજનામાં પ્રથમ નંબરે આવેલું ગામ છે, જ્યારે ગાંધીનગર જિલ્લામાં પ્રથમ સભા મળી એ વખતે સુરત ઝોનમાં બીજા નંબરે આવેલાં નવી પારડી ગામને 50000 રૂપિયાનો ચેક ઈનામરૂપે મળ્યો હતો.
તલાટી-કમ-મંત્રી એ પોતાની આપવીતી જણાવતા કહ્યુ હતું કે આ ગામની વર્ષોથી ચાલી રહેલી પાણીની સમસ્યા ‘નલ સે જલ’ યોજના થકી 100 ટકા દૂર થઈ છે, જેનાથી ગામલોકો પણ ખૂબ ખુશ છે, હાલ સરકારની આ યોજનાને વધાવી આશીર્વાદરૂપ ગણાવી રહ્યાં છે. આ યોજનાના અમલથી તેમનો સમય અને શ્રમ બંનેનો બચાવ થયો છે. ગુજરાત સરકાર આવી જ કલ્યાણકારી કામગીરીમાં હંમેશાં અગ્રેસર રહે છે. આવી યોજનાઓના સફળ અમલથી સમજી શકાય છે કે, જન જનને વિવિધ યોજનાઓથી સમૃદ્ધિસભર જીવન પ્રદાન કરવા રાજ્ય સરકાર અભૂતપૂર્વ કાર્ય કરી રહી છે એ નિર્વિવાદ હકીકત છે.