જો તમે આઈફોન યુઝર છો, તો જ્યારે કોઈ મિત્ર તમારા ઘરે આવે અને તમને Wi-Fi પાસવર્ડ શેર કરવાનું કહે ત્યારે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમારો iPhone Wi-Fi સાથે જોડાયેલ હોય, તો પણ તમને પાસવર્ડ શેર કરવાનો ઓપ્શન મળતો નથી.
જ્યારે આ ઓપ્શન એન્ડ્રોઇડ ફોનમાં સરળતાથી મળી રહ્યો છે. પરંતુ, એપલ ટૂંક સમયમાં આ સમસ્યા દૂર કરવા જઈ રહી છે. iOS 16 પર Wi-Fi પાસવર્ડ શેર કરવાનું હવે આશાન થશે.
એપલે હમણાં જ નવું iOS 16 રજૂ કર્યું છે. iOS 16 માં ઘણા બધા સારા ફીચર્સ એડ કર્યા છે.. આમાં એક ફીચર સ્ટોર કરેલ Wi-Fi પાસવર્ડ પણ જોઈ શકાય છે. MacRumorsના એક રિપોર્ટ અનુસાર, iOS 16ના ડેવલપર પ્રિવ્યૂમાં Wi-Fi પાસવર્ડ જોવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે.
એટલું જ નહીં, તમે સેવ કરેલા Wi-Fi પાસવર્ડને કોપી કરીને મિત્રો કે પરિવાર સાથે શેર પણ કરી શકો છો. આ માટે તમારે ફેસ આઈડી, ટચ આઈડી અથવા પાસકોડથી ઓથેન્ટિકેટ કરવું પડશે. આ પછી તમે સેવ કરેલા પાસવર્ડને જોયા પછી તેને કોપી કરી શકશો.
તમને જણાવી દઈએ કે એપલ હાલમાં ડેવલપર્સ સાથે iOS 16નું ટેસ્ટિંગ કરી રહ્યું છે. તેનું પબ્લિક બીટા વર્ઝન આ વર્ષે જુલાઈમાં આવી શકે છે. iOS 16માં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. આમાં લોક સ્ક્રીન અને મેસેજને લઈને મોટો સુધારો જોવા મળશે. આ સિવાય પાવરફુલ લાઈવ ટેક્સ્ટ ફીચર, શેર કરેલ આઈક્લાઉડ ફોટો લાઈબ્રેરી અને અન્ય ઘણા ફીચર્સ તેમાં જોવા મળશે. નવા iOS માટે સપોર્ટ iPhone 7, iPhone 6s જેવા જૂના iPhones પર સપોર્ટ બંધ કરવાની જાહેરાત પણ કરી છે.