News Detail
ભવિષ્યની ટેક્નોલોજી પર ચર્ચા એ નવી વાત નથી. દરેક વ્યક્તિ ભવિષ્યમાં આવનારી નવી ટેક્નોલોજી વિશે જાણવા માંગે છે. કદાચ એટલે જ કહેવાય છે કે વર્તમાનની કલ્પનામાંથી ભવિષ્યનો જન્મ થાય છે. લગભગ 20 વર્ષ પહેલા, આપણે ફક્ત સ્માર્ટફોનની કલ્પના કરતા હતા, જે આજે આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. રોબોટિક્સ એક એવું જ સેગમેન્ટ છે, જેની વર્તમાનમાં કલ્પના થોડી અતિશયોક્તિ લાગશે, પણ શું ખબર કાલે એ કોમન વાત થઈ જાય.. એટલે તો અમે કહીંએ છીએ ‘ભવિષ્ય શક્યતાઓથી ભરેલું છે.’
કદાચ આપણે આ વર્ષે આવા રોબોટ સાથે રૂબરૂ પણ થઈ શકીએ.. ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક આ વર્ષે તેમની પ્રથમ હ્યુમનૉઇડ લોન્ચ કરી શકે છે. હ્યુમનોઇડ એટલે હ્યુમન અને એન્ડ્રોઇડનું સંયોજન.
ટેસ્લાએ આ રોબોટને ગયા વર્ષે ટેસ્લા એઆઈ ડેઝમાં ટીઝ કર્યો હતો, જે ઓગસ્ટમાં યોજાયો હતો. આ વર્ષના ટેસ્લા AI દિવસની તારીખને મુલતવી રાખી છે.. શું ખબર રોબોટ રજૂ કરવાને કારણે તારીખમાં ફેરફાર કર્યો હોય.
શું ઓપ્ટીમસને કારણે તારીખમાં કર્યો ફેરફાર ?
આ ઇવેન્ટ, જે 19 ઓગસ્ટ 2022 ના રોજ યોજાવાની હતી, તે હવે 30 સપ્ટેમ્બરે યોજાશે. અહેવાલો પ્રમાણે ટેસ્લાએ તેના હ્યુમનોઇડના લોન્ચિંગને કારણે આ ઇવેન્ટને આગળ ધપાવી છે.
Sc Tesla AI ડે ઇવેન્ટમાં વર્કિંગ ઓપ્ટીમસ પ્રોટોટાઇપને રજૂ કરી શકે છે.. ઓપ્ટીમસ અથવા ઓપ્ટીમસ સબપ્રાઈમ હ્યુમનૉઇડ હશે. તેના વર્ઝન 1નું પ્રોડક્શન વર્ષ 2023માં શરૂ થઈ શકે છે.
રોબોટ્સ એ બધું કરશે જે માણસો કરી શકતા નથી
ઈલોન મસ્કના કહેવા પ્રમાણે, તેનો રોબોટ એ તમામ કામ કરશે જે માણસ કરવા નથી ઈચ્છતો. તેણે કહ્યું કે તમને તે કાલ્પનિક લાગશે, પરંતુ અમે તેને બનાવીશું અને તે સિક્યોર પણ હશે.. તમને ટર્મિનેટર જેવો અનુભવ નહીં થાય.