વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો તા.11 થી 13 માર્ચ સુધી કમાટીબાગમાં 49મો બાળમેળો યોજાયો હતો. જેની પાછળ આશરે 30.78 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આરટીઆઇ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરે આ અંગે આરટીઆઇ હેઠળ વિગતો માંગતા શિક્ષણ સમિતિએ આપેલી માહિતીમાં આ આંકડો બહાર આવ્યો હતો. બાળમેળામાં જે ખર્ચ થયો છે તેમાં આશરે અડધો અડધ એટલે કે 15 લાખ જેટલો ખર્ચ તો બાળમેળાના વિવિધ સ્થળે સીસીટીવી કેમેરા લગાડવા, સિક્યુરિટી, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ફરાસખાના, બેનર્સ, વીજ મીટર, કાર્ડ પ્રિન્ટિંગ વગેરે પાછળ થયો છે. બહારના સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેને લગતા બીજા ખર્ચનો આંકડો આશરે 5.50 લાખ જેટલો થાય છે, જ્યારે બાળ હોદ્દેદારોને ટ્રોફી આપવાનો ખર્ચ માત્ર 38,940 છે. બાળમેળો બાળકો માટે છે ખરેખર તો તેઓની પાછળ વધુ ખર્ચ હોવો જોઈએ. કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના મહિલા નેતાએ જણાવ્યું હતું કે કમાટીબાગમાં સિક્યુરિટી, ગાર્ડ વગેરે છે જ. સભ્યો માટે બ્લેઝર તૈયાર કરાવ્યા હતા. આ બધા ખોટા ખર્ચ કરવાની જરૂર ન હતી. પહેલા પણ બાળમેળા થતા હતા અને બાળકો પરફોર્મ કરતા હતા. બહારના લોકોને બોલાવીને ખર્ચા વધારવાની જરૂર જ ન હતી. હજી વધુ સાદાઈથી અને આર્થિક ભારણ વધાર્યા વગર બાળમેળો ઉજવી શકાયો હોત. બાળકોને પ્રોત્સાહિત કરવા તેઓને વધુ ઇનામ આપવા જોઈએ
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો