ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં રાજકારણની ઉથલ પાથલ અને પક્ષ પલટાની મૌસમ ચાલી રહી છે.ન માની શકો કે ન અંદાજો લગાવી શકો તેવા નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે તેવામાં આ સમયમાં કોંગ્રેસને બાયબાય કરી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને જોઈને પણ લોકોને અજુગતું લાગી રહ્યું છે એટલે જ ગુજરાતમાં ભારે રાજકારણ ખેલાઈ રહ્યું છે.તેવામાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના કોંગ્રેસના ગ્રુપમાંથી લિફ્ટ થતા સ્ક્રીનશોર્ટ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આ સ્ક્રીન શોર્ટ માં શું છે ?જે સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે તેમાં અલગ-અલગ કોંગ્રેસના ગ્રુપના નામોં જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ,જસદણ કોંગ્રેસ પરિવાર સહિતના ગ્રુપ જોવા મળી રહ્યા છે.આ ઉપરાંત અનેક અલગ-અલગ ગૃપોના સ્ક્રીનશોર્ટ વારયલ થતા જોવા મળી રહ્યા છે.શું કહ્યું લલિત વસોયાએ ?આ અંગે અમારા દ્વારા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે આ મામલે ખુલાસો કરતા કહ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે હું કોંગ્રેસના ગ્રુપમાંથી લિફ્ટ થયો નથી અને આ તમામ વાત એકદમ ખોટી છે કોઈ ટીખળ કરવા માટે આ ફોટો વાયરલ કરવામાં આવ્યા છે.લલિત વસોયા નથી નારાજ ?લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ નથી.કોઈ પણ પ્રકારની નારાજગી નથી.જેથી લલિત વસોયાએ કોંગ્રેસને લઈને પણ પોતાનું નિવેદન આપ્યું હતું.કોઈ ગોડફાધર નથી,કોઈ જોડાય તો મારે ય જોડાવુંતો બીજી તરફ હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ તેમના એક સમયના નજીકના માનવામાં આવતા લલિત વસોયા અંગે પણ ચર્ચાઓ ખોટી પણ હોય તો તે વહેતા થતા અમે તેમને પ્રશ્ન કર્યો હતો કે હાર્દિક ભાજપમાં જોડાય તો શું વિચાર છે.તો આ અંગે લલિત વસોયાએ જણાવ્યું હતું કે કોઈ ગોડ ફાધર નથી તે કોઈ જોડાય તો મારે જોડાવું તેવું જરૂરી નથી અને હાર્દિક જોડાયો તે તેનો વ્યક્તિ ગત નિર્ણ્ય છે અને મારે જોડાવું જરૂરી નથી.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો