પાટણ નવાસર્કિટ હાઉસ ખાતે અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજાયો પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે આજરોજ જિલ્લાકક્ષાનો અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો . જેમાં જિલ્લા કલેકટર ડી . એમ . સોલંકી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી , જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રરહ્યા હતા . આ યોજનાએ વિશ્વ બેંકના સહયોગ થી ચાલતી યોજના છે . અને ગ્રામ સમુદાયોને સાથે લઈને ચાલતી આ પ્રથમ યોજના છે . આ યોજના 2025 સુધી ચાલશે જેમાં ભારત સરકારે ગુજરાતના 756 કરોડની ગ્રાન્ટ ફાળવી છે . આ યોજનાની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે . દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી જેનાથી 2024 સુધી દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના સરકારના સંકલ્પને મદદ મળશે . અટલ ભૂજલ યોજના ( અટલ જલ ) ની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે . અટલ ભૂજલ યોજનાનું લક્ષ્ય દેશના જુદા – જુદા ભાગોમાં ભૂગર્ભ જળના સ્તરને ઊંચુ લાવવાનું છે . ભૂગર્ભ જળના સ્તર વધારો કરવાથી પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે અને તેની સાથે ખેડૂતોને ફાયદો પહોંચાશે . ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી.
Trending
- ઓફિસમાં દિવાળીની પાર્ટીમાં આ રીતે તૈયાર થાવ, તમને બેસ્ટ આઉટફિટ માટે એવોર્ડ મળશે.
- દિવાળીના દિવસે ન કરો આ કામ, માતા લક્ષ્મી રહેશે કાયમ ક્રોધિત
- 20, 50 કે 100 ગ્રામ, ઇલેક્ટ્રિક કારમાં કેટલું ચાંદી હોય છે? જાણો શા માટે ઈ-વાહનોમાં આટલી મોંઘી ધાતુનો ઉપયોગ થાય છે
- ભારતની આ નદીના પાણીને અડતા પણ લોકો ડરે છે, જાણો તેની પાછળનું કારણ
- ગોવર્ધન પૂજા પહેલા આ દિવસે ગાયની પૂજા કરો, ભગવાન કૃષ્ણ ઘરને ધન અને સૌભાગ્યથી ભરી દેશે.
- Jioએ આપી દિવાળીની ભેટ, આ બે પ્લાન સાથે 3350 રૂપિયાના ફ્રી કૂપન ઉપલબ્ધ
- દિવાળી પર ભેળસેળવાળી મીઠાઈઓ તમારું સ્વાસ્થ્ય ન બગાડે, આ રીતે ઓળખો અસલી અને નકલી મીઠાઈ.
- ‘તે એકમાત્ર વારસદાર નથી..’ જગન રેડ્ડી અને બહેન વચ્ચે થયો મિલકતનો વિવાદ