દરેક ગરીબ વ્યક્તિ સુધી સરકાર ની જન કલ્યાણ ની યોજના ઓ ના લાભ પહોંચતા થાય એ ધ્યેય સાથે વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ નાણાકીય વર્ષ માં જ ૮૪૫૬ જેટલા પ્રધાનમંત્રી જનધન યોજનાના એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. સરકારી યોજના ઓ પારદર્શી રીતે લાગુ કરાઇ રહી છે. લાભાર્થી નાગરિકો ના ખાતામાં યોજના નો નાણાકીય લાભ સીધો જમા કરવામાં આવે છે. આ નાણાકીય વર્ષમાં ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકો ને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર કરાઇ છે. આજ ના કાર્યક્રમ માં ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકો માં વિવિધ યોજના ઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, સખી મંડળને લોન, મુદ્વા લોન વગેરે યોજના ઓ અંતર્ગત નાણાકીય સહાય ના ચેક આપવા માં આવ્યા હતા. આઝાદી ના અમૃત્ત મહોત્સવ અંતર્ગત આઇ કોનીક વીક તા. ૬ જુન થી તા. ૧૧ વીક હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ માં લીડ બેન્ક મેનેજર સુરેશકુમાર બારીયા, ડેપ્યુટી રીજીયન મેનેજર નવીન ગોખીયા સહિત ના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટ બ્રાન્ચ ના અધિકારી ઓ તેમજ લાભાર્થી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
Trending
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને પ્રમોશન મળશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.