સાબરકાંઠા વહીવટીતંત્ર અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેંકો દ્વારા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત બેંકો દ્વારા ૭૫ સપ્તાહમાં રૂ. ૬૮૦ કરોડનું વિવિધ યોજનાના લાભાર્થીઓને ધિરાણ અપાયું શહેરના પ્રથમ સ્કેવર ખાતે આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત બેંકો દ્વારા ૭૫ સપ્તાહમાં રૂ. ૬૮૦ કરોડનું વિવિધ યોજનાના લાભાર્થીઓને ધિરાણ અપાયું યોજાયો હતો. આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત બેંકો દ્વારા ૭૫ સપ્તાહમાં રૂ.૬૮૦ કરોડનું વિવિધ યોજનાના લાભાર્થીઓને ધિરાણ આપવામાં આવ્યું. આ પ્રસંગે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાના નાનામાં નાના માણસને બેંક સુધી જનધન ખાતા ખોલીને આવતા કર્યા છે.આજે ગામડાના સામાન્ય વ્યક્તિથી કારીગરવર્ગને ઓછા વ્યાજે લોન આપીને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કર્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારના ગરીબ લોકોના ઉધ્ધાર માટે અનેક યોજના બનાવી છે જેવી કે મુદ્રા લોન યોજના, અટલ પેન્શન યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ. ઉપરાંત જણાવ્યુ કે તમારા પર બેંકે વિશ્વાસ મુકી લોન આપી છે તેનુ સમયસર ભરપાઈ થાય તે જરૂરી છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, દેશ આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ કરે છે. તે અંતર્ગત વિવિધ યોજનાકીય લાભો આપવાની શૃંખલા યોજી છે. તે પૈકીનો આજનો કાર્યક્રમ લોકોની રોજગારી સર્જનમાં મહત્વનો બની રહેશે. બેંકો અને વહીવટી તંત્ર દ્વારા થતી બેઠકમાં ડી.એલ. સી. સી. મિટિંગમાં જુદા જુદા ધારાધોરણ નક્કી કરી જરુરી ધિરાણ અને એન.પી.એ.ની ચર્ચા થાય છે. સાબરકાંઠા જિલ્લો ૯૧ ટકાથી વધુ ધિરાણ આપી અગ્રેસર રહ્યો છે. આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી રાજેન્દ્રકુમાર સંડેરાએ કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન કરી ધિરાણ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આજ સુધી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કુલ ૨,૫૧,૦૮૯ લોકો ને અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ૧,૧૨,૬૦૭ લોકો ને જોડ્યા છે તથા અટલ પેન્શન યોજનામાં કુલ ૩૧૦૫૬ લોકોને આવરી લેવામાં આવ્યા છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ૧,૧૦,૨૮૩લોકોને રૂ ૨૫૮૩ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે .આ બધી યોજનાઓમા ૭૫% -૮૫% લાભાર્થીઓને લાભ મળેલ છે. કેન્દ્ર સરકાર થકી શૈક્ષણિક લોન રૂ ૭.૫ લાખ સુધી કોલેટરલ મુક્ત આપવા માટે વ્યવસ્થા કરેલ છે. જેથી કોઈ પણ વિધ્યાર્થી પૈસાના અભાવે ભણતરથી વંચિત ન રહે. આજે મુદ્રા યોજનામાં પણ કેન્દ્ર સરકારની મદદ થકી લોકોને ગેરંટી અને કોલેટરલ વગર રૂ ૧૦ લાખ સુધીની લોન મળી રહી છે .મુદ્રા યોજનામાં ૨૮૯૯૪ લાભાર્થીઓને રૂ ૧૮૪ કરોડ લોન મળી છે .આપના જિલ્લાનો ધિરાણનો રેસીઓ ૯૧ ટકા છે જેનો મતલબ એ થાય છે કે આપના બેન્કર્સ ડિપોજિટ લેવામાં જ નહીં પણ ધિરાણ આપવામાં પણ આગળ રહ્યા છે. આપના જિલ્લામાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા થકી વિવિધ પ્રકારની નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે અને રોજગાર માટે બેન્કોને લોન આપવા ભલામણ પણ કરવામાં આવે છે તેમજ આ સંસ્થાનો સેટલમેન્ટ રેશિયો ૭૨% છે. નેશનલ લાઈવલી હૂડ મિશન કેશ ક્રેડિટ માં ૧૦ લાખ સુધી લોન આપવામાં આવે છે અને તેમાં ૧૦૦% વ્યાજ સહાય પણ હોય છે. ગયા વર્ષે ૧૮૦૪ નવા સખીમંડળ ને ધિરાણ આપવામાં આવ્યું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાત રાજ્ય માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ૧૧૬૮ જૂથોને લોન આપવામાં આવી છે. આમ આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત બેંકો દ્વારા ૭૫ સપ્તાહમાં રૂ. ૬૮૦ કરોડનું વિવિધ યોજનાના લાભાર્થીઓને ધિરાણ આપવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વિવિધ યોજના લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમજ શ્રેષ્ઠ બેંક મિત્ર અને ધિરાણ આપવા શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. મેગા ક્રેડિટ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ, બેંક.ઓફ.બરોડા રીઝીયોનલ મેનેજર હરેશ પટેલ AGM શ્રી દિનેશ પરમાર ,BGGB AGM શ્રી સંજય કબાડ , DDM નાબાર્ડ શ્રી નવલ કન્નોર તમામ બેન્કના બ્રાન્ચ મેનેજર એવમ સ્ટાફ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને પ્રમોશન મળશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.