સુરત. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા ઇલેકટ્રીસિટી (પ્રમોટીંગ રિન્યુએબલ એનર્જી થ્રુ ગ્રીન એનર્જી ઓપન એકસેસ) રૂલ ર૦રર જાહેર કરવામાં આવ્યો છે. આ રૂલ્સ મુજબ ભારતમાં હવે ગ્રીન એનર્જી માટેના એનર્જી બેન્કીંગ તથા ઓપન એકસેસ ચાર્જીસ માટે એકસમાન નીતિ ઘડતર કરવામાં આવી છે. છેલ્લાં ઘણા સમયથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એમએસએમઇ માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી. ચેમ્બરની માંગણી મુજબ મોટા ભાગના મુદ્દાઓ કેન્દ્ર સરકાર દ્વારા આ નીતિમાં આવરી લેવામાં આવ્યા છે.ઓપન એકસેસ મિકેનિઝમમાં મિનિમમ એક મેગાવોટની કેપેસિટીની જોગવાઇ હતી તેને કાઢીને ૧૦૦ કિલોવોટની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનની અમલવારી ચાર મહિના બાદ ઓપન એકસેસ ચાર્જીસ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ દેશની તમામ રાજ્યોની ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ઉપરોકત નોટિફિકેશનને આધારે પોતાના રાજ્ય માટે ગ્રીન ઓપન એકસેસ માટેના નીતિ નિયમો ઘડવા પડશે.હાલમાં જ ચેમ્બરના પ્રતિનિધીએ નવી દિલ્હી ખાતે એમએસએમઇ મંત્રાલય દ્વારા યોજાયેલી કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને ત્યાં પણ ઉપરોકત તમામ માંગણી ચેમ્બર દ્વારા કેન્દ્રીય એમએસએમઇ મંત્રી નારાયણ રાણે તથા એમએસએમઇ સેક્રેટરી બી. બી. સ્વાઇન સમક્ષ કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ તથા કેન્દ્રીય ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને પણ રજૂઆત કરવામાં આવી હતી.ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો છેલ્લાં લાંબા સમયથી નવી નીતિની રાહ જોઇ રહયા હતા ત્યારે તમામ મંત્રીઓ તથા સચિવોના સંયુકત પ્રયાસ બાદ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવી યુનિફોર્મ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યારે ઉદ્યોગકારોને વીજળી દર ઘટાડવામાં રાહત થશે. હવે દેશભરમાં સમાન નીતિ હેઠળ ગ્રીન એનર્જીના પ્રોજેકટ સ્થાપી શકાશે.આથી આ તબકકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મિનિસ્ટર ઓફ પાવર રાજ કુમાર સિંઘ, કેન્દ્રીય એમએસએમઇ મંત્રી નારાયણ રાણે, કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રીય ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માન્યો હતો.
Trending
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- ડોનાલ્ડ ટ્રમ્પ કયા બાઇબલમાંથી શપથ લેશે? તેમની માતા સાથે પણ ખાસ છે સંબંધ
- ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો ચીફ જસ્ટિસ સાથે ઝપાઝપી, તેમને ‘બહુ બોલકા જજ’ પણ કહ્યા
- ગાંધીજીને મહાત્માનું બિરુદ ખોટી રીતે મળ્યું, IIT બાબાએ વાત કરી
- કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પહેલા દિવસે ધીમી ,પહેલા જ દિવસે આટલી કમાણી
- ચાર ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, 32 ખેલાડીઓને મળ્યો અર્જુન એવોર્ડ