મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર કામો માટે રૂ. 25.77 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 587.50 કરોડ રૂપિયા ફાળવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. 25.77 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધાના મળીને કુલ-66 જેટલા કામો આ ગ્રાંન્ટમાંથી હાથ ધરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં 201617થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. 499.92 કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. 87.58 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આઉટગ્રોથ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આંતરમાળખાકીય સુવિધા સહિતના વિવિધ 341 કામો મહાનગરપાલિકા આઉટગ્રોથ વિસ્તારમાં તેમજ 775 કામો નગરપાલિકા વિસ્તારમાં મળી સમગ્રતયા 1116 કામો અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા છે.
Trending
- દિવાળી પર તમારા ઘરને આ 5 રીતે સજાવો, બધા જોતા રહી જશે
- દિલ્હી નહીં, આ શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર, જ્યાં AQI 394ને પાર છે
- શિવસેના શિંદે જૂથે ઉમેદવારોની યાદી જાહેર કરી, રાજ ઠાકરેના પુત્ર સામે પણ ઉમેદવાર ઉતાર્યા.
- NCP ધારાસભ્ય નવાબ મલિકનું દાઉદ સાથે જોડાણ, મહારાષ્ટ્ર ચૂંટણીમાં ટિકિટ ભાજપને સ્વીકાર્ય નથી
- લોટ, દાળ અને ચોખા મોંઘા થયા! જાણો ભારત બ્રાન્ડની આ ત્રણ પ્રોડક્ટ્સ કેટલી કિંમતમાં મળશે?
- કોણ છે નતાશા પૂનાવાલા? જેના પતિએ કરણ જોહરના ધર્મામાં અડધો હિસ્સો ખરીદ્યો
- દિવાળી પર જ્યારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી, જાણો શું આવ્યું તેનું પરિણામ
- નસરાલ્લાહનો ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીન કોણ હતો, જેનું IDFએ કામ તમામ કર્યું