દાહોદ APMC હોલ ખાતે આજે દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર ના અધ્યક્ષ સ્થાને સાંજે 4.00 કલ્લાકે મોદી સરકારના આઠ વર્ષના પૂર્ણ થતા સરકારના સુશાસનની વિવિધ યોજનાઓનો ની હાસલ કરેલ સિદ્ધિઓ ના ઉપલક્ષમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર , સાંસદ જસવંતસિંહ ભાભોર , મહામંત્રી કનિયભાઈ કિશોરી, મજી જિલ્લા પ્રમુખ સુધીર લાલપુરવાળા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિથીમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના ની એક પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે 2014 પેહલા આપડે ભ્રષ્ટાચાર , ગોટાળા અને ગેર વહીવટ અને ગરીબોને પોતાના લાભો માત્ર કાગળ ઉપર પ્રાપ્ત થતાં હતા જ્યારે હાલમાં લોકોના ખાતામાં સીધી સહાય પહો છે મોટી બીમારી માટે લોકોને કોઈ પણ ગરીબ વ્યક્તિને હાથ કોઈની પાસે લંબાવો ના પડે તે માટે આયુષમાન જેવી ખૂબ ઉપયોગી યોજના સૌચલાય વગેરે યોજનાઓ નો લાભ આપણે લઈ છીએ. જ્યારે દાહોદ જિલ્લા સાંસદ એ કેન્દ્રની સરકાર દ્વારા થયેલ કામોમાં ની યાદ અપાવી હતી અને વિવિધ યોજનાઓમાં જેવી કે સ્માર્ટ સિટી દાહોદ માટે કરોડો રૂપિયા એક માત્ર નગર પાલિકા , પરેલ રેલવે કારખાનામાં હજારો કરોડના ખર્ચે લોકો વર્કશોપ એન્જિન માટે , મનરેગા હેઠળ 181કરોડ, પ્રધાન મંત્રી આવાસ યોજના 674 કરોડ, જનની સુરક્ષા 53કરોડ, 365 કરોડ ગરીબ અન્ન યોજના અંતર્ગત, 219કરોડ નલ સે જલ યોજના આવી યોજનાઓ મળી કુલ 28678.91કરોડ રૂપિયાની યોજનાઓ નો લાભ લોકોને મળ્યો હોવાનું જણાવ્યું હતું. આ તમામ યોજનાઓ માટે આપડે મોદીસાહેબ નો આભાર માન્ય છીએ અને આઠ વર્ષના સુશાસન ની સિદ્ધિઓ ગણાવી દાહોદના પત્રકારોનો આભાર માન્યો હતો અને ત્યાર પછી પત્રકારોના સાથે પ્રશ્નોત્તરી કરી તમામ સવાલોના જવાબ આપી જે પ્રશ્નો હતા તેને હલ કરવાની બાહેધરી આપી હતી.
Trending
- લગ્નની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, નહીં તો તમારો સમય અને પૈસાનો વ્યય થશે.
- ડિસેમ્બરમાં આ મોટા ગ્રહો બદલશે પોતાનો માર્ગ, 4 રાશિઓનું ભાગ્ય બદલાશે
- 80 કિમી સુધીનું માઈલેજ, 60 હજાર રૂપિયાથી ઓછી કિંમત, આ બાઈક પાવરફુલ એન્જિન સાથે મળશે
- શું વાર્તાઓની જેમ કાગડામાં સાચે બુદ્ધિશાળી હોય છે? જાણો શું કહે છે વિજ્ઞાન
- અજમાવો આ સરળ વાસ્તુ ટિપ્સ, જીવન ખુશીઓથી ભરેલું રહેશે
- તમારા Gmail એકાઉન્ટનો ઉપયોગ અન્ય કોઈ કરી રહ્યું છે? તો તેને આ રીતે શોધો
- સરસવના શાકમાં તમને ગામડાનો દેશી સ્વાદ જોઈતો હોય તો બનાવતી વખતે આ એક વસ્તુ ઉમેરો.
- શું ચેમ્પિયન્સ ટ્રોફીની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થશે? આ દિવસે ICCએ એક બેઠક બોલાવી