ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. જીતુ વાઘાણીએ જાહેરાત કરતા કહ્યું કે, નવા સત્રથી 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. ધોરણ 1 અને 2માં મૌખિક અને 3માં પુસ્તક હશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવશે. બાળકની નાની ઉંમર હોય ત્યારે તેમની યાદ શક્તિ સારી હોય છે જેથી તેઓ વધુ સારી રીતે શીખી શકે છે. તેથી તેઓને નાનપણથી જ અંગ્રેજીનું જ્ઞાન આપવામાં આવશે.શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતી વિષય તો ફરજીયાત રહેશે પરંતુ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરાશે. વર્તમાનમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે. આ ભાષાનું મહત્વ પણ વધ્યું છે. મલ્ટિનેશનલ કંપનીમાં કોઈ જગ્યાએ નોકરીની વાત હોય તો વિદેશમાં ફરવા જવા માટે કે ભણવા માટે પણ અંગ્રેજી ભાષા આવડવી જરૂરી છે. જેના કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.આ સાથે જ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અન્ય પણ એક આહ્વાન કર્યું છે. જેમાં કોરોના કાળમાં થયેલ લર્નિંગ લોસ ઘટાડવા પ્રયાર કરવા આહ્વાન કરવામાં આવ્યું છે. નબળા બાળકોને સ્કૂલમાં જે તે વિષય ભણાવાશે. ગ્રીષ્મોત્સવની માફક શરદોત્સવ પણ ઉજવાશે. તથા વેકેશનમાં વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રવૃતિઓમાં સાંકળવામાં આવે તેવી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.
Trending
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો
- એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ, મહાયુતિ કોને સીએમ તરીકે પસંદ કરશે?
- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ઝારખંડમાં હેમંત સોરેને શિવરાજ સિંહની ‘ફોર્મ્યુલા’ અપનાવી!
- રાહુલ ગાંધીએ જ્યાં પણ ચૂંટણી સભાઓ કરી હતી, ત્યાં MVAમાં ફાટફૂટ જોવા મળી
- પ્રથમ ચૂંટણીમાં જ પ્રિયંકા ગાંધીએ કર્યો કમાલ, ભાઈ રાહુલને છોડ્યો પાછળ
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ