પાટણ શહેર માં રોટરી નગર થી વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ જવાનો ત્રણ કિલો મીટર નો રોડ લાંબા સમય થી બિસ્માર હાલત માં પડેલ હોય તેમ જ રસ્તો સાંકડો હોય બહાર થી આવતા પર્યટકો તેમજ રહીશો ને પસાર થવા માં ભારે હાલાકી પડતી હોય નવીન રોડ બનાવવા માટે ની લાંબા સમય થી માગણી હતી. જે અનુસંધા ને પાટણ ધારાસભ્ય ના ગ્રાન્ટ માં થી 1.50 કરોડ નાં ખર્ચે નવિન રોડ મંજૂર કરવા માં આવતા શુક્રવારે પાટણ ધારાસભ્ય કીરીટ ભાઈ પટેલ તેમજ તેમ ના સમર્થકો સાથે નવીન રોડ બનાવવા માટેની કામ ગીરી નો આરંભ કરવા માટે શુક્રવારે ખાત મુહૂર્ત કરવા માં આવ્યું હતું. કામ ગીરી શરૂ થતા ટૂંક સમય માં જ રહીશો ની રોડની સમસ્યા હલ થશે. રોડ 5.5 ફૂટનો પહોળો બનશે રોટરી નગરથી રાણકી વાવ જવાનો જુનો રોડ 3.5 ફૂટનો હતો.જે હવે 5.5 ફૂટ રોડ બનાવાશે. તેમજ આ વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા હોય લેવલીંગ રોડ બનતાં પાણી ભરાવાની સમસ્યા હલ થશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો