ભાજપ દ્વારા ત્રિદીવસીય વિધાનસભા પ્રવાસ ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા ત્રિ – દિવસીય વિધાનસભા પ્રવાસ અંતર્ગત આજરોજ વડગામ વિધાનસભામાં મજાદર થી નલાસર ઓવર બ્રિજ ની મુલાકાત લીધી ગામ ના સરપંચ અલ્કેશભારથી ગોસ્વામી , વિજયસિંહ દેવડા તેમજ ગ્રામજનો સાથે ઓવરબ્રિજ ની સુવિધા બાબતે ચર્ચા કરી , ત્યાર બાદ મગરવાડા ગામ ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજના મફત ગાળા માં પ્લોટ અને મકાનના અશોકભાઈ નેનાભાઈ દેવીપૂજક લાભાર્થીઓ સાથે મુલાકાત લીધી હતી , ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલ લાભાર્થી ની પણ મુલાકાત લીધી હતી . ત્યાર બાદ મગરવાડા માણીભદ્ર વીરના મંદિર દર્શન પૂજા કરી હતી . આ કાર્યક્રમમાં ડો . શ્રી ગણેશભાઈ ચોધરી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ , શ્રી મણીભાઈ વાઘેલા પૂર્વ ધારાસભ્ય , શ્રી પરથીભાઇ ગોળ તાલુકા પંચાયત પ્રમુખ , શ્રી ગોવિંદભાઈ ચોધરી , શ્રી વિજયભાઈ ચક્રવતી , શ્રી ફલજીભાઈ ચોધરી , શ્રી અશ્વિનભાઈ સક્સેના , પ્રદેશ માં થી આવેલ વિસ્તારક શ્રી અભિષેકભાઈ , શ્રી પ્રવિણસિંહ રાણા વડગામ તાલુકા ભાજપ પ્રમુખ , શ્રી દશરથજી ઠાકોર , શ્રી લવજીભાઈ સરપંચ મગરવાડા તેમજ હોદ્દેદારશ્રીઓ સાથે બેઠક યોજી હતી.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો