વિધાનસભા-68માં રઘુભાઈ હુંબલ, 70માં જવારભાઈ ચાવડા, 71માં બાવજીભાઈ મેતલિયા રાજકીય ગતિવિધિઓની માહિતી મેળવશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોરરાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભા ચૂંટણી અતંર્ગત પ્રદેશ દ્વારા નિશ્ચિત કરેલા અગ્રણીઓ જેમકે રાજયના મંત્રીઓ,ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ તેમજ અન્ય અગ્રણીઓ વગેરે રાજયની તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસ કરશે જેથી રાજક્યિ ગતિવિધિઓની માહિતી મેળવી શકાય અને સંગઠનાત્મકદ્રષ્ટિકોણથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી શકાય. તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે તા.3 જુન થી તા.પ જૂન ત્રણ દિવસ દરમ્યાન વિધાનસભા-68માં પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ, વિધાનસભા-70માં રાજયનાપૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા અને વિધાનસભા-71માં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા સહીતના અગ્રણીઓ દ્વારા ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ થયો હતો. તે અંતર્ગત રાજયના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા વિધાનસભા-70, વિધાનસભા-68માં ં પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા તેમજ વિધાનસભા-71માં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા દ્વારા રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ થયો હતો. આ તકે સાંસદ રામભાઈમોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, કશ્યપ શુકલ, અશોક લુણાગરીયા, દિવ્યરાજસિહ ગોહિલ, પરેશ હુંબલ, અનીલભાઈ પારેખ, રમેશભાઈ દોમડીયા, અનીલ લીંબડ,રાજુભાઈ મુંઘવા, સંદીપ ડોડીયા, મીનાબેન પારેખ,કીરીટ ગોહેલ, દીપક પનારા, સી.ટી. પટેલ,દિનેશ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, પરવાશ પીપળીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, રાજુભાઈ બોરીચા, રાજુભાઈ માલધારી, સંજયપીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઈ માંકડીયા, ભરત શીંગાળા, ફર્નાન્ડીઝ પાડલીયા સહિતના ઉપસ્થિત રહયા હતા.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો