સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આજે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 536 કરોડની પાણી પુરવઠા યોજનાઓ નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના પગલે સાબરકાંઠા ના બે શહેર સહિત 419 ગામોના 17 લાખથી વધારે લોકો ના પીવાના પાણીની સમસ્યા હલ થનાર છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આજે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 136 કરોડની પાણી પુરવઠાની ખેડબ્રહ્મા જૂથ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમજ ૪૦૦ કરોડથી વધારેની રકમ અંતર્ગત 419 ગામ સુધી પાણીની સુવિધા પહોંચાડવા માટેની યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે જે અંતર્ગત ખેડબ્રહ્મા વિસ્તારમાં ૨૩ મીટર પ્લાન્ટ તેમજ 180 ભૂગર્ભ સંપ તેમજ 180 ટાંકી તેમજ 381 કિલોમીટર પાઇપલાઇન પૂર્ણ થયાના પગલે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ મુખ્યપ્રધાનના હસ્તે વણજ ડેમ સહિત ૬૧ એમએલડી ક્ષમતાના 3 ફિલ્ટર પ્લાન્ટ સહિત 175 સંપ અને ૮૪૧ કિલોમીટર લાંબી પાઈપલાઈન થકી ખેડબ્રહ્મા વિસ્તારના તમામ ગામડાઓને દૈનિક પીવાનું પાણી મળી રહે તે પ્રકારે આયોજન અંતર્ગત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સામાન્ય રીતે ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગર વિસ્તાર માં જંગલ સહિત ડુંગરાળ પ્રદેશોના પગલે સરળતાથી પાણી પહોંચાડવું શક્ય ન હોવાના પગલે વહિવટી તંત્ર દ્વારા પાઇપલાઇનથી છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવા માટેનું આયોજન હાથ ધરાયું છે જે અંતર્ગત બોલતા ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા છેવાડાના વ્યકતિને સુખાકારી જીવન માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરવામાં તેમજ આગામી સમયમાં પણ કરવામાં આવશે આ તબક્કે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા વિસ્તારમાં આજનો દિવસ ખૂબ મહત્વનો બનશે તેમજ આગામી સમયમાં પણ આજની વિવિધ યોજનાઓથી છેવાડાના વ્યકતિને અનેક ઘણો લાભ થશે સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા વિસ્તારના તમામ ગામડાઓને પ્રતિદિવસ 200 લીટર પાણી સરળતાથી મળી રહે તે માટેનું આયોજન કરાયું છે તેમજ આ આયોજનથી સ્થાનિક વિસ્તારનો વિકાસ હવે સંપૂર્ણપણે સંભવ બનશે ને નક્કી છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો