કેજરીવાલ એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ મામલે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતમાં પ્રેસ કોંફરન્સ કરીને માહિતી આપી હતી. કેજરીવાલ 6 જુનના રોજ અમદાવાદ અને મહેસાણમાં તિરંગા યાત્રા કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ પાર્ટીના નેતાઓ મતદાતાઓને રિઝવવા માટે અવનવા પેતરાઓ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષએ પ્રેસ કોનફરન્સ કરી આ અંગેની માહિતી આપી હતી. અરવિંદ કેજરીવાલ આગામી 6 તારીખે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ અને મહેસાણા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે.તેઓએ વધુમાં કહ્યું હતું કે કેજરીવાલના નેતૃત્વમાં તિરંગા યાત્રાનું આયોજન થશે. યાત્રા પતાવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ આવી દિલ્હી જવા રવાના થશે. કેજરીવાલ 6 તારીખ બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી મહેસાણા જશે. રેલી દરમ્યાન જ કેજરીવાલ લોકોને સંબોધન કરશે. માત્ર રેલીનું આયોજન છે કોઈ જાહેર સભા નહીં થાય. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં પણ કેજરીવાલનું આગમન થવાની વાત કરી હતી. વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં આપ આવવાથી ભાજપને ખૂબ ડર લાગી ગયો છે.મહત્વની વાત એ છે હાલ ગુજરાતમાં આપ પગપસેરો કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપનું ગઢ ગણાતા વિસ્તારમાં પણ રેલીઓ અને તિરંગા યાત્રાનું આયોજન કરીને મતદાતાઓને રિજવાના પ્રયાસો કરી રહી છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું