5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક હજાર વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે માનવીને જીવવા માટે ઓક્સિજન પ્રાણવાયુની જરૂર છે અને તે પ્રાણવાયુ વૃક્ષો પૂરા પાડે છે ત્યારે આ વૃક્ષો એ પૃથ્વી પરના દેવ સમાન અને આપણે મહામૂલા સંપદા હોય તેના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે મહાનગરપાલિકા અને જોષીપુરા ની વિવિધ સોસાયટીઓના રહીશોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે મારું જુનાગઢ ગ્રીન જુનાગઢ સુત્રને સાર્થક કરવા જૂનાગઢ ના રસ્તાના ડિવાઇડર પર ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે આ સાથે પાંચ જુન રવિવારે સવારના દસ વાગ્યે શોભેશ્વર મહાદેવ મંદિર પાસે ખલીલપુર રોડ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ કરવામાં આવશે આ તકે મેયર ગીતાબેન પરમાર તેમજ મનપાના અધિકારી પદાધિકારીઓ તેમજ સ્થાનિક રહીશોની ઉપસ્થિતિ રહેશે ત્યારે લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાગ બગીચા સમિતિના ચેરમેન પ્રફુલાબેન ખેરાળા અને ગાર્ડન સુપરવાઇઝર રાજેશ પરમાર એ અપીલ કરી છે.
Trending
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો
- એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ, મહાયુતિ કોને સીએમ તરીકે પસંદ કરશે?
- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ઝારખંડમાં હેમંત સોરેને શિવરાજ સિંહની ‘ફોર્મ્યુલા’ અપનાવી!
- રાહુલ ગાંધીએ જ્યાં પણ ચૂંટણી સભાઓ કરી હતી, ત્યાં MVAમાં ફાટફૂટ જોવા મળી
- પ્રથમ ચૂંટણીમાં જ પ્રિયંકા ગાંધીએ કર્યો કમાલ, ભાઈ રાહુલને છોડ્યો પાછળ
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ