જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા.૩ થી ૯ જુન સુધી યોજાનાર જિલ્લા કક્ષાના મેળાને કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકાશે, જેમાં હેન્ડીક્રાફ્ટ, દોરીવર્ક, હર્બલ પ્રોડક્ટ, ઘર સુશોભન, ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ, અથાણા, પાપડ, ખાખરા જેવી હાથ બનાવટની ચીજ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિકાસ ઉજવણીના ભાગરૂપે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસીય તમામ જિલ્લાઓમાં સખી મેળાઓનું આયોજન કરાયું છે. ત્યારે જામનગર જિલ્લામાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મેળો તા.૩ થી ૯ જૂન ૨૦૨૨સુધી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે તા.૦૩ જુન ૨૦૨૨ના રોજ સાંજે ૫ કલાકે ખુલ્લો મુકવામાં આવશે. જેમાં સરકારના દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા ગામડાના સ્વસહાય જૂથના સભ્યો એવા મહિલા અને કારીગરો દ્વારા હેન્ડીક્રાફ્ટ, દોરીવર્ક, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ, ઘર સુશોભનની ચીજવસ્તુઓ, ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ, અથાણા, પાપડ, ખાખરા જેવી હાથ બનાવતી સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ આકર્ષણ કેન્દ્ર બની રહેશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું