પયૉવરણ બચાવો અભિયાન અંતર્ગત પાટણ ખાતે 200 છોડનું વિતરણ કરાયું આપણું પાટણ હરિયાળું પાટણના સંકલ્પને ચરિતાર્થ કરવા નિવૃત્તિ માં પયૉવરણ જાગૃતિ ની પ્રવૃતિ કરી રહેલાં પાટણના પયૉવરણ પ્રેમી સાથે કૃષિ વૈજ્ઞાનિક શાંતિભાઈ પટેલ દ્વારા રવીવારની રજાના દિવસે પણ શહેરના નવાગંજ બજાર માં કાયૅરત સરદાર બેંક નાં અધીકારી ગણ અને કમૅચારી ગણ સાથે પયૉવરણ જાળવણી , પ્લાસ્ટિકની વસ્તુઓને જાકારો , જળસંચય , પાણી બચાવો , વૃક્ષોનુ મહત્વ , વૃક્ષો જીવંત ઓક્સિજન પ્લાન્ટ જેવી વિવિધ બાબતે સચોટ માગૅદશૅન પુરૂ પાડી પયૉવરણ નાં જતન માટે મુક્ત મને ચર્ચા કરી હતી . પયૉવરણ પ્રેમી સાથે કૃષિ વૈજ્ઞાનિક શાંતિભાઈ પટેલે પાટણ શહેર ને હરિયાળું બનાવવા ઉપસ્થિત બેંક સ્ટાફને 200 જેટલા શોભાના છોડવાઓ નુ નિઃશુલ્ક વિતરણ કરી પયૉવરણ નાં ઉછેર અને તેની જાળવણી બાબતે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા . પયૉવરણ બચાવો અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ પાટણના પ્રમુખ ડો. પારસભાઈ ખમાર , મંત્રી જીતુભાઈ ઓતિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો
- એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ, મહાયુતિ કોને સીએમ તરીકે પસંદ કરશે?
- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ઝારખંડમાં હેમંત સોરેને શિવરાજ સિંહની ‘ફોર્મ્યુલા’ અપનાવી!
- રાહુલ ગાંધીએ જ્યાં પણ ચૂંટણી સભાઓ કરી હતી, ત્યાં MVAમાં ફાટફૂટ જોવા મળી
- પ્રથમ ચૂંટણીમાં જ પ્રિયંકા ગાંધીએ કર્યો કમાલ, ભાઈ રાહુલને છોડ્યો પાછળ
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ